ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે (ASI) તાજેતરમાં જ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ગળતેશ્વર મહાદેવ મંદિરની ઉપર 75 ફીટ ઊંચા શિખરનું નિર્માણ પૂરુ કર્યું છે. સોમવતી અમાસના પાવન દિવસે તેની શિખર પર 52 ગજની ધજા ધાર્મિક વિધિથી ચઢાવવામાં આવી હતી. આ મંદિરની રખેવાળી કરનાર રામદેસ મહારાજે જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા મંદિરનું જીર્ણોદ્વાર શરૂ કરાયુ હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી (PM Modi)  બન્યા બાદ દિલ્હી ગયા, તેના બાદ તરત તેમણે આ મંદિરના જીર્ણોદ્વારની પરવાનગી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત બીજેપીના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ મંગળવારે મંદિર પર નવી ધજા લહેરાવી હતી. મંદિરના પુર્ન નિર્માણનું શ્રેય પીએમ મોદી (Narenera Modi) ને જાય છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગળતેશ્વર મહાદેવ મંદિર પ્રાચીનકાળથી શિખરવિહોણું હતું. સદીઓના ઈતિહાસમાં પહેલીવાર ગળતેશ્વર મહાદેવ મંદિર (galteshwar mahadev) ના શિખર પર ધજા લહેરાતી જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા.


આ પણ વાંચો : જૂનાગઢનો અરેરાટીભર્યો કિસ્સો : દીકરાને પારણામાં જ મોત આપીને માતાએ તેની બાજુમા ગળે ફાંસો ખાધો 


મંદિરનો ભવ્ય ઈતિહાસ
પ્રાચીન (heritage) ગળતેશ્વર મહાદેવ સોલંકી યુગનું મંદિર છે, જે સરનાલના એક નાનકડા ગામમાં મહી અને ગળતી નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 12 મી શતાબ્દીમાં કરાયુ હતું. એએસઆઈની માહિતી અનુસાર, આ મંદિરની શૈલી અને મૂર્તિકલા પ્રાચીન સોમનાથ મંદિરને મળતી આવે છે. એક દંતકથા મુજબ આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શિવ દ્વારા કરાયું છે. પરંતુ કોઈ તેમને ઓળખે નહીં એટલા માટે તેમણે રાતના સમયે મંદિરનું નિર્માણ કર્યું. મંદિર બનાવવામાં શિવ એટલા મગ્ન હતા કે તેમને સવાર પડી તેનું ભાન જ ન રહ્યું. સૂર્યોદય પહેલા કામ પૂર્ણ ન થતા તેઓ મંદિરને અધૂરું જ છોડીને જતા રહ્યા. 



તેમાં 8 બિંદુ તારાના આકારમાં પ્લિંથ પર બનેલા એસેમ્બલી હોલને 40 થાંભલા સહારો આપે છે. તેમાં માલવા અને ચાલુક્ય શૈલીનું સુંદરતાથી મિશ્રણ કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર વિવિધ દેવતાઓ, ગંધર્વ, મનુષ્યો, ઋષિઓ, ધોડેસવારો, હાથી સવારો, રથ અને માનવ જીવનની વિવિધ ઘટનાઓને કંડારવામાં આવી છે. 


આ પણ વાંચો : વડોદરા : ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં એવી પાગલ કરી તે હાથ પર ચીરા મારવા મજબૂર બની  


પ્રાચીન લોકકથા અનુસાર, એવી માન્યતા છે કે, આ શિવલિંગ મહાન ઋષિ ગલવી મુનિ દ્વારા કરાયેલી તપસ્યા બાદ બહાર આવ્યુ હતું. તેમણે પવિત્ર ગંગા નદીને શિવલિંગ પરથી વહેલા આગ્રહ કર્યો હતો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગા ગળતી નદીના સ્વરૂપમાં પૃથ્વી પર ઉતર્યા હતા. શિવલિંગને સ્નાન કરાવ્યુ હતું, અને તેના બાદ મહી નહીમાં મિક્સ થઈ ગઈ હતા. સ્થાનિક લોકોનું માનવુ છે કે, ગળતેશ્વર મહાદેવની નીચે આજે પણ ગંગા વહે છે. 



મંદિરને એએસઆઈ (ASI) દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યુ છે, જે રાષ્ટ્રના મહત્વના સ્મારકો અંતર્ગત આવે છે. પરંતુ અત્યાર સુધી તે શિખર વગરનુ હતું. હવે તે સંપૂર્ણ રીતે તૈયાર થતા, ગુજરાતનું નવુ ટુરિસ્ટ (travel) પ્લેસ બનીને ઉભર્યું છે. 
 
અમદાવાદથી માત્ર 92 કિમી દૂર આવેલું પ્રાચીન શિવ મંદિર વન-ડે પિકનિક માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન (tourist destination) બની રહ્યું છે.