Photos: ગુજરાતનો આ બીચ અત્યંત સુંદર, પણ છતાં છે ખુબ જ રહસ્યમય, રાત થતા જ આવે છે વિચિત્ર અવાજો!
ગુજરાતના અનેક બીચ પ્રખ્યાત છે પરંતુ આ જે બીચને અહીં વાત કરીશું તેના વિશે એવું કહેવાય છે કે દેશની સૌથી હોન્ટેડ એટલે કે ભૂતિયા જગ્યાઓમાંની એક ગણાય છે. આ બીચને શ્મશાન ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા માટે પણ પહોંચે છે. આ કારણસર અહીં આત્માઓનો વાસ હોવાનું કહેવાય છે.
ગુજરાતના અનેક બીચ પ્રખ્યાત છે પરંતુ આ જે બીચને અહીં વાત કરીશું તેના વિશે એવું કહેવાય છે કે અહીં રેતી કાળી છે અને સ્થાનિક લોકોના જણાવ્યાંમુજબ આ જગ્યા ભૂતિયા છે.
ગુજરાતનો આ બીચ અત્યંત રહસ્યમય
ગુજરાતના સુરત પાસે ડુમસ બીચ છે જે દેશની સૌથી હોન્ટેડ એટલે કે ભૂતિયા જગ્યાઓમાંની એક ગણાય છે. આ બીચને શ્મશાન ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા માટે પણ પહોંચે છે. આ કારણસર અહીં આત્માઓનો વાસ હોવાનું કહેવાય છે. અનેક લોકો સવારેથી બપોર સુધી ફરવા માટે આવે છે પરંતુ જેવી સાંજ પડે તે પાછા ફરી જાય છે. પોતાની ભૂતિયા કહાનીઓના કારણે આ જગ્યા વીરાન પણ રહે છે.
રાતે બીચ પર જનારા પાછા નથી ફરતા?
સાંજે અંધારું થયા બાદથી જ બીચ પર બૂમો સંભળાય છે એવું કહેવાય છે. ચીસો દૂરથી પણ સંભળાતી હોવાનું કહેવાય છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ બીચ પર જે સાંજ પછી જે આવે છે તે ક્યારેય પાછા ફરતા નથી.
કાળા રંગની રેતી
આ બીચની ખાસ વાત એ છે કે અહીંનો ઈતિહાસ જે અરબ સાગર સાથે જોડાયેલો છે અને આ બીચ સુરતથી 21 કિમી દૂર છે. સૌથી મોટી વાત એ છે કે અહીંની રેતીનો રંગ કાળો છે. આ બીચનો ઈતિહાસ કોઈને ખબર નથી.
સ્થાનિક લોકોમાં માન્યતા
સ્થાનિક લોકોનું માનવું છે કે સદીઓથી અહીં આત્માઓએ પોતાનો વસવાટ બનાવી લીધો છે. જેના કારણે અહીંની રેતી કાળી થઈ ગઈ છે. આ બીચ પર મૃતદેહો પણ બાળવામાં આવે છે. લોકોનું માનવું છે કે જે લોકોને મોક્ષ નથી મળતો કે અકાળ મૃત્યુ થાય છે તેમના આત્મા આ બીચ પર ફરતા હોય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)