અતુલ તિવારી, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાત (Gujarat) ના 8 મહાનગરોમાં શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ફક્ત ઓનલાઇન પરીક્ષા લેવાશે. તો તરફ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીઓની હોસ્ટેલ પણ ચાલુ રહેશે અને વિદ્યાર્થી હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવવાનુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધતા જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા પરિપત્ર જાહેર કરી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. 


અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ (online class) કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે.  


વાલી મંડળે કહ્યુ, જાન હૈ તો જહાન હૈ
વાલી મંડળના સભ્ય કમલ રાવલે કહ્યુ કે, જાન હૈ તો જહાન હૈ આ સૂત્રને ન ભૂલે સરકાર. શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવાનો નિર્ણય અમે આવકારીએ છીએ. પરંતુ જ્યાં સુધી કોરોના જાય નહિ ત્યાં સુધી સ્કૂલોના દરવાજા ન ખોલો. જ્યા સુધી કોરોના ન જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાની જરૂર નથી. આ અપીલ પણ છે  અને વિરોધ પણ છે. હાલ પરિસ્થિતિ જોતા ઓનલાઈન સ્કૂલ જ યોગ્ય છે. પરીક્ષા ઓનલાઈન લેવાય તે જ યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ કોરોનાના ઝપેટમાં ન આવે તે મહત્વનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube