અતુલ તિવારી, અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા આજથી પરીક્ષા પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં વિનયન, વાણિજ્ય અને વિદ્યાશાખા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કામચલાઉ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ સમગ્ર પ્રક્રિય ઓનલાઇન હાથ ધરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીને પિન નહી લેવો પડે અને પિન નંબર વગર જ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) થશે. જેમાં વિદ્યાર્થીએ પોતાનુ નામ, નંબર, સરનામુ, કેટેગરી સહિતની પ્રાથમિક વિગતો સાથે ઓનલાઈન ફોર્મ (Online Form) ભરવાનું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે તે ફેકલ્ટીના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સંલગ્ન કોલેજોમાં વિસ્તારને આધારે પ્રવેશ અંગેના હેલ્થ સેન્ટર રહેશે. જે તે બોર્ડમાંથી ઉત્તીર્ણ વિદ્યાર્થીઓની સત્તાવાર માહિતી મળ્યા બાદ કાયમી પ્રવેશ સંબંધી રજિસ્ટ્રેશ શરૂ કરાશે. પ્રવેશ માટેની સંભવિત બેઠકો અને કોલેજોની યાદી માહિતી પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવશે. 

Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?


આજથી શરૂ થનારી હંગામી પ્રવેશ પ્રક્રિયા આર્ટસ,કોમર્સ, સાયન્સ તમામ માટે શરૂ થશે. બીએ અને બીબીએ-બીસીએ તેમજ બી.કોમ અને ઈન્ટિગ્રેટેડ લૉ સહિતના વિવિધ કોર્સમાં સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ફાઈનલ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી (University) દ્વારા અત્યાર સુધી પ્રાઈવેટ એજન્સી પાસે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સોંપવામાં આવતી હતી, પરંતુ  એબીવીપી દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં બેઠક ફાળવણીથી માંડી વિવિધ તબક્કે પારદર્શીતાની માંગ સાથે સરકારી એજન્સીની માં કરવામાં આવી હતી જેને પગલે યુનિવર્સિટી દ્વારા સરકારની એજન્સીને કામગીરી સોંપાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube