ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મારી બાજી, મળી નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવાની તક
જેની પહેલી બેચના ચાર વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં તેમનું માસ્ટર થીસીસ કરવા માટે પહોંચી ચૂક્યા છે. નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવા જવા માટે પહેલીવાર કોઈ રાજ્યની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તક મળી છે ચારે વિદ્યાર્થીઓ અલગ અલગ વિષય પર તેમનું માસ્ટર થીસીસ કરશે. એક વિદ્યાર્થી સમુદ્રમાં ખેતી, બીજે વિદ્યાર્થી પ્રાકૃતિક ખેતી પર તેનું માસ્ટર થીસીસ કરશે.
અતુલ તિવારી, અમદાવાદઃ નીતિ આયોગમાં ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબીલીટી વિભાગના વિદ્યાર્થીઓ માસ્ટર થીસીસ કરશે. ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબીલીટીનાં ચાર વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં કામ કરવાની તક મળી. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી એવી યુનિવર્સિટી બની જેના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવાની તક પ્રાપ્ત થઈ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલીટી વિભાગ ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે કહ્યું કે, દેશમાં પહેલીવાર સપ્ટેમ્બર 2021 માં ગુજરાત યુનિવર્સિટી ખાતે એમબીએ ઇન એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ વેલ્યુ ચેન મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરાયો હતો.
જેની પહેલી બેચના ચાર વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં તેમનું માસ્ટર થીસીસ કરવા માટે પહોંચી ચૂક્યા છે. નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવા જવા માટે પહેલીવાર કોઈ રાજ્યની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તક મળી છે ચારે વિદ્યાર્થીઓ અલગ અલગ વિષય પર તેમનું માસ્ટર થીસીસ કરશે. એક વિદ્યાર્થી સમુદ્રમાં ખેતી, બીજે વિદ્યાર્થી પ્રાકૃતિક ખેતી પર તેનું માસ્ટર થીસીસ કરશે.
ત્રીજો વિદ્યાર્થી એફપીઓ ઉપર કામ કરશે, જે ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. IIS નો ચોથો વિદ્યાર્થી એગ્રીકલ્ચર ક્ષેત્રે થઈ રહેલી પ્રેક્ટિસ પર તેનું માસ્ટર થીસીસ કરશે. આ ચારેય વિદ્યાર્થીઓનાં માસ્ટર થીસીસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચારે વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં છ મહિના સુધી એગ્રીકલ્ચર વર્ટિકલમાં કામ કરશે.
સુધાંશુ જહાંગીરે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2021 માં નીતિ આયોગના વાઈસ ચેરમેન સાથે કરેલા કરાર મુજબ IIS ના અન્ય વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં નીતિ આયોગ સાથે અલગ અલગ થીસીસ અને પ્રોજેક્ટમાં કામ કરવાની તક ઉપલબ્ધ થતી રહેશે. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે કરે છે.