અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ LLB, 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ લો, LLM ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પરીક્ષાઓ 10 અને 24 જૂનથી શરૂ થવાની હતી પરંતુ હવે નવી તારીખો જાહેર ના થયા ત્યાં સુધી તમામ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોકૂફ રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટી દ્વારા LLB, 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ લો, LLM ની પરીક્ષાઓની તારીખની જાહેરાત 28 મેના રોજ કરવામાં આવી હતી. પરંતુ આજે યુનિવર્સિટી દ્વારા આ તમામ પરિક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા LLB સેમ. 2, 4, 6 તેમજ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ લો સેમ. 2 અને 10 ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત LLM સેમ. 2 ની પણ પરીક્ષાઓ મોકૂફ રાખી છે.


આ પણ વાંચો:- GUJARAT CORONA UPDATE: ગુજરાતે ફરી એકવાર કોરોનાને આપી માત, નવા કેસમાં સતત ઘટાડા સાથે રિકવરી રેટમાં વધારો


5 વર્ષના ઇન્ટિગ્રેટેડ લો સેમ. 2, 4, 6 ના પ્રથમ પેપર સિવાયની પરીક્ષાઓ મોકૂફ રાખી છે. DTP અને DLP ની પરીક્ષાઓ પણ હાલ ગુજરાત યુનિવર્સિટીએ રદ કરી છે. LLB ની પરીક્ષાને લઇને હાઈકોર્ટમાં પરીક્ષા હાલ રદ્દ કરવા અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણય પહેલા જ ગુજરાત યુનિવર્સિટીએ જાતે આ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube