ગુજરાત યુનિવર્સિટીમાં હવે શરૂ થશે ટેકનિકલ કોર્ષ, અમદાવાદના આ છાત્રોને થશે મોટો લાભ
ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલીસીના ભાગરુપે દરેક શૈક્ષણિક સંસ્થાઓ એકેડેમીક બેન્ક ઓફ ક્રેડિટનો ઉપયોગ કરીને પોતાના સંસ્થાનોમાં અલગ અલગ અભ્યાસક્રમો આપશે.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં હવે ટેકનિકલ કોર્ષ શરૂ થશે જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ફિલ્ડમાં વધુ ઈન્ટરેસ્ટ છે અને તેના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ પર મદાર રાખવો પડતો હોય છે પરંતુ હવે આ પ્રકારના ટેકનીકલ કોર્ષ અને ફાર્મસીને લગતા અભ્યાસ ક્રમો ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થવા જઈ રહ્યાં છે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ ક્રમો ગુજરાત યુનિવર્સીટી શરૂ કરવા જઈ રહી છે.
જે માટે આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા પણ શરુ કરશે. આ કોર્ષમાં બીટેક, એરોનોટીક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ, ઓરોઝન ટેકનોલોજી કોર્ષ શરુ કરવામાં આવશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલીસીના ભાગરુપે દરેક શૈક્ષણિક સંસ્થાઓ એકેડેમીક બેન્ક ઓફ ક્રેડિટનો ઉપયોગ કરીને પોતાના સંસ્થાનોમાં અલગ અલગ અભ્યાસક્રમો આપશે. ગુજરાત યુનિવર્સીટી છેલ્લા 70 વર્ષથી અલગ અલગ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા કરતી હતી.
ગુજરાતનું પેરિસ! 200 વર્ષ જૂની છે અહીંની આકર્ષિત હવેલીઓ, આજે પણ છે આકર્ષણનું કેન્દ્ર
ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમ શરુ થશે. ફાર્મસીમાં એમએસસી અને એમટેકના કોર્ષ આપવામાં આવશે. તેની સાથે બીએસસી અને બીટેકના કોર્ષ પણ શરુ થશે. તેની સાથે બીટેક અને એમટેકમાં સ્પેશિયલાઈઝ કોર્ષ એવિએશન અને એરોનોટીક્સ જે આતંરરાષ્ટ્રીય માપદંડો ધરાવે છે તેવા કોર્ષ શરુ કરવામાં આવશે.
રાજકારણ! 1, 2 નહીં પણ મળી 600 ફરિયાદો: પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર હવે ભરાશે