અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પર કોરોનાનું ગ્રહણ યથાવત છે. રાજ્ય સરકાર શાળા કક્ષાએ રમત ઉત્સવો ઉજવીને સ્કૂલના બાળકોને જુદી જુદી રમત સ્તરે તક પૂરી પાડી રહ્યું છે, આવામાં રાજ્યની સૌથી મોટી અને જૂની યુનિવર્સિટીને મળેલી મસમોટી ગ્રાન્ટ પર અનેક સવાલ ઊભા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળ દરમિયાન ગુજરાત યુનિ.માં જુદા જુદા અનેક ભવનો બનીને તૈયાર થયા, પરંતુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ હજુ પણ અધૂરું છે. છેલ્લા 4 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાની કામગીરી હજુ પણ યથાવત છે. સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી બાદ પણ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરી શકાયુ નથી. જો કે ઈચ્છા શક્તિના અભાવે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ પૂરુ નથી થઈ રહ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનોને જુદી જુદી ક્ષેત્રે કારકિર્દીના ઘડતર માટે તક મળે એ આશયથી સરકારે ફાળવેલી ગ્રાન્ટ પર ધૂળ ફરી વળી છે. 


આ પણ વાંચો : હાર્દિકની નારાજગી ડંકે કી ચોટ પે, કોંગ્રેસને કોરણે મૂકી ભાજપી નેતાઓને કાર્યક્રમનું આમંત્રણ આપ્યું 


ગુજરાત યુનિ.માં 20 જેટલી જુદી જુદી રમતો રમી શકાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમિંગ પુલ તૈયાર થઈ રહ્યું છે. જુદી જુદી ઈન્ડોર રમતો માટે કોર્ટ બનાવવામાં આવ્યા છે કોર્ટ, પરંતુ હાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં માત્ર ગંદકીનું જ સામ્રાજ્ય છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં શ્વાનનું ફરવું, કબૂતરના અનેક માળા, જાળાઓ જોવા મળે છે.


અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવા બનાવવામાં આવેલા બોક્સમાં લગાવવામાં આવેલા કાચના મસમોટા કાચ તૂટીને ભુક્કા થઈ ચૂક્યા છે. હજુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનીને તૈયાર નથી કરાઈ શક્યું એ પહેલા લાખો રૂપિયાના મસમોટા કાચ કેવી રીતે તૂટી ગયા એ સવાલ થઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યુવાનો રનિંગ કરી શકે એ માટે બનાવવામાં આવેલો રનીંગ ટ્રેક પણ તૈયાર થવા છતાં વિદ્યાર્થીઓ તેના લાભથી વંચિત છે. ભવિષ્યમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરીને ખાનગી એજન્સીને સોંપવાની પણ હિલચાલ થઈ રહી છે. 


આ પણ વાંચો : 'પપ્પા, હું કૂવામાં પડવા જાઉં છું' પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીએ પિતાને ફોન કરીને આવુ કહ્યું


આ વિશે વિદ્યાર્થીઓએ કહ્યું કે સ્પોર્ટસની ફી ગુજરાત યુનિવર્સિટી ઉઘરાવી છે, કરોડો રૂપિયા કમાઈ રહી છે, યુનિવર્સિટી પરંતુ એમને તેનો લાભ નથી મળી રહ્યો. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઝડપથી બને અને રમતવીરોને તેમાં અભ્યાસ કરવા દેવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઝડપથી તૈયાર કરી ખોલવામાં આવે એવી અપીલ વિદ્યાર્થીઓએ કરી છે. 


ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું કે વિશ્વ કક્ષાની રમતો રમી શકે યુવાનો એ પ્રકારે આખું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવી રહ્યા છીએ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાલી બની જાય માત્ર એવો અમારો ઉદ્દેશ્ય નથી, જે તે રમત માટે તજજ્ઞો અમારી પાસે હશે, યુવાનોને સારી રીતે તૈયાર કરી શકાય એ માટે જરૂરી સપોર્ટિંગ સ્ટાફની નિમણુંક કરીશું. હાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ ચાલી રહ્યું છે, અમે જગ્યાનું પઝેશન મેળવ્યું નથી, સંપૂર્ણ કોમ્પલેક્ષ તૈયાર થાય ત્યારબાદ અમે પજેશન મેળવીશું. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અંગે અમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને યુવાનો માટે કામ કરીશું.


આ પણ વાંચો : 


મધરાતે ચૂપચાપ મેલડી માતાના મંદિરમાં પશુ લાવીને તેની બલિ ચઢાવાઈ, વીડિયો જોઈ અરેરાટી થઈ જશે


અમદાવાદ: ધો. 12ના વિદ્યાર્થીઓ જૂનિયર સ્ટુડન્ટને લઇ ગયા બાથરૂમમાં, પછી કરી શરમજનક હરકત કે...