ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગું થયા બાદ પ્રથમ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના નિણર્ય કરવામાં આવ્યા છે. સમાજ વિદ્યા ભવનના મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર મુકેશ ખટિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 17 પ્રોફેસરની ખોટી ભરતી મામલે સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાસિંહ ચાવડા અને પ્રોફેસર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંબુસરના દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ; 26 દિવસ પહેલા રેપ થયો તો 19 અઠવાડિયાનો ગર્ભ કોનો?


ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા બાદ કુલપતિનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મહિલા પ્રોફેસરની રજૂઆત બાદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા પ્રોફેસર પ્રભાવિત ના થાય એ માટે તપાસ ચાલે ત્યાં સુધી પ્રોફેસર ખટીક સસ્પેન્ડ રહેશે. સમાજવિદ્યા ભવનના બે પ્રોફેસરોની ખોટી ભરતીને લઇ સસ્પેન્ડ કરાયા છે. 


ફફડાવી નાંખે તેવી છે આગાહી; નવા વર્ષના પ્રારંભ પહેલા અંબાલાલ પટેલના સૌથી ઘાતક બોલ!


અગાઉ બંને પ્રોફેસરોએ શો કોઝ નોટિસનો સંતોષકારક જવાબ આપ્યો ના હતો. ઇસી ની બેઠકમાં વિચારણા બાદ બંને પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા. સસ્પેન્ડ કરી નિવૃત જજની તપાસ કમિટી વધુ તપાસ કરશે. જ્યાં સુધી તપાસ કમિટી રિપોર્ટ રજૂ ના કરે ત્યાં સુધી ત્રણેય પ્રોફેસર સસ્પેન્ડ રહેશે.


એક કરોડ 80 લાખનું સોનું લીધું, પણ થયો દાવ! અ'વાદમાં નોંધાયો છેતરપીંડીનો અનોખો કિસ્સો