ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક
અમદાવાદ કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.
આ પણ વાંચો:- ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા
પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ 16 ઓક્ટોબરથી યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી કરવાનું રજીસ્ટ્રેશન રહેશે. રજિસ્ટ્રેશન ના કરાવનાર વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં. આ અગાઉ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા ઓફલાઈન અને ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાઈ ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube