રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ અને આપઘાત મામલે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પીડિતાએ પોતાની ડાયરીમાં લખ્યું છેકે, 'બળાત્કારીઓ પહેલાંથી મને ઓળખતા હોય અને મારો પીછો કરતા હોય એવું લાગતું હતું'  પીડિતા યુવતીએ 29 ઓકટોબરની રાતે બનેલી દુષ્કર્મની ઘટના પોતાની ડાયરીમાં લખી હતી. યુવતીએ લખ્યું, રાતે મેં મારો સ્કાર્ફ ફેંકી દીધો, હું વારંવાર મોઢું ધોવું છું. મેં પીલો ટાઇટ પકડી રાખ્યો છે, હું એકલતા અનુભવી રહી છું. દુષ્કર્મ કરનારા મવાલી ટાઇપના ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાએ પોતાની આપવીતી જણાવતા ડાયરીમાં વધુમાં લખ્યું છેકે, બળાત્કારીઓ ના કપડાંમાંથી સેન્ટની સારી સુગંધ આવતી હતી. બન્ને કોઈ ટપોરી ટાઈમના લાગતા નહોતાં. બંને આશરે 20 થી 21 વર્ષના હોય તેવું લાગતું હતું. એટલું જ નહીં બંને ઘણાં સમયથી મને ઓળખતા હોઈ અને પીછો કરતા હોઈ તેવું તેમની વાતો પરથી લાગતું હતું. તેઓ વાત વાતમાં મારા નામનો ઉલ્લેખ પણ કરતા હતા.


યુવતીએ ડાયરીમાં લખી પોતાની જાતને અનેક સવાલો પણ કર્યા હતા. યુવતીએ ડાયરીમાં વધુમાં લખ્યું કે, મારી સાથે જ કેમ આવું થયું? મે કોઈનું શું બગાડ્યું હતું? મને અડધું દુઃખ કેમ આપ્યું? મને મારી કેમ ન નાખી? હું ઓએસીસમાં શું જવાબ આપીશ? આ સિટી છોડી દૂર જતી રહું? પીડિતાની ડાયરીમાં મળેલાં આ પ્રકારના લખાણને કારણે પોલીસને ખૂટતી કડી મળશે. વડોદરા (vadodara) માં સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide) ની તપાસમાં પોલીસની 35 ટીમ કામે લાગી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અગાઉ આ કેસમાં 2 શકમંદોની અટકાયત કરી છે. ત્યારે આ કેસ મામલે પોલીસે કહ્યું હતું કે, ટૂંક સમયમાં યુવતીને ન્યાય અપાવીશું. ત્યારે સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવતી જ્યાં કામ કરતી હતી તે જગ્યાએ પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. NGO ઓએસીસની ઓફિસ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં છે, તેથી પોલીસે યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરી છે. 


વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો મામલો 


પીડત યુવતીનો વિસેરા રિપોર્ટ આવ્યો 


વિસેરા રિપોર્ટમાં પોઈઝન કે અન્ય કેફી પદાર્થ ન આપ્યું હોવાનું સામે આવ્યું 


પોલીસે વિસેરા સેમ્પલ લઈ સુરત ખાતે લેબોરેટરીમાં મોકલ્યો હતો


હજી યુવતીનો એફ.એસ.એલ. રિપોર્ટ આવવાનો બાકી 


આવતીકાલે એફ.એસ.એલનો રિપોર્ટ આવશે 


કાલે યુવતી પર દુષ્કર્મ થયું કે કેમ તે સ્પષ્ટ થશે