Gujarat Auto Driver Viral Video: ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં જાહેરમાં દુર્વ્યવહારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા ઓટો ડ્રાઈવરની અન્ય ઓટો ડ્રાઈવરે જાહેરમાં છેડતી કરી હતી. આ કૃત્યનો વિડીયો વાયરલ થયા બાદ વલસાડ પોલીસે આરોપીઓને કડક પાઠ ભણાવતા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1000 કરોડથી ઓછાનું કામ હોય તો હું લોકાર્પણમાં પણ જતો નથી, ગુજરાતને આપી ગયા 4000 કરોડ


ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેરમાં દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. ઓટો ચાલકે મહિલા પર પેશાબ કરવાની ધમકી આપી હતી. તેણે જાહેરમાં તેના પેન્ટની ઝિપ ખોલીને ગંદી હરકત કરી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેણે પોલીસને ગાળો આપી અને કહ્યું કે પોલીસ તેનું કંઈ નહીં બગાડી શકે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વલસાડ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જાહેર સ્થળે મહિલા સાથે ગેરવર્તન કરનાર ઓટો ચાલકને કડક પાઠ ભણાવતા કેસ નોંધ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહીના વખાણ કરી રહ્યા છે.


જર્મનીમાં ફસાયેલી બાળકીની માતાએ કહ્યું; સુષમા સ્વરાજ જીવતા હોય તો અમદાવાદ આવી ગઈ હોત


થોડા કલાકોમાં પોલીસે પકડી લીધો
ઓટો ચાલક મહિલા સાથે ગેરવર્તન કરતો વીડિયો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે કડકાઈ દાખવી થોડા કલાકોમાં જ રેલવે સ્ટેશન નજીકથી ઓટો ચાલકની ધરપકડ કરી હતી. આરીફ નામના ઓટો ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ પોલીસે જાહેર રેલી કાઢી હતી અને પછી તેને પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપી ઓટો ચાલકે હાથ જોડીને યોગિતાની માફી પણ માંગી હતી, જો કે ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં લઈને વાપી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.


નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી