Vibrant Summit 2022: ગુજરાત ‘વાઇબ્રન્ટ સમિટ’ રોકાણકારોને આકર્ષવામાં સફળ! જાણો આજે કેટલું મૂડીરોકાણ થયું?
ગાંધીનગરમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે.
બ્રિજેશ દોશી/ ગાંધીનગર: કોરોના મહામારીમાં ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2021 યોજાઈ શકી નહોતી, જેના કારણે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં 25 નવેમ્બરે ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે MOU થયા હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી, ઉદ્યોગ રાજયમંત્રી હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે ઉદ્યોગકારો વચ્ચે MOU કરવામાં આવ્યા. જેના કારણે વલસાડમાં 5 હજાર કરોડના પ્લાન્ટથી 15 હજાર રોજગારની તકો ઉભી થશે. વાપીમાં 1550 રોજગારીની તકો માટે 1670 કરોડના MoU કરવામાં આવ્યા છે, જ્યારે ભરૂચમાં 700થી વધુ રોજગાર માટે 547 કરોડના MoU ઉદ્યોગકારો સાથે કરવામાં આવ્યા છે. આરતી ગ્રુપે ભરૂચ અને વાપીમાં 4 હજાર કરોડના MoU કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
લગ્નસરામાં વિઘ્ન નડશે! ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે
અત્રે નોધનીય છે કે, આજે સવારે સાડા અગિયારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ MOU શરૂ કર્યાં હતાં. જેમાં એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે પાંચ MOU કરવામાં આવ્યાં હતાં. આરતી ગ્રુપે ભરૂચ અને વાપીમાં 4 હજાર કરોડના MoU કર્યા છે. બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે આજે માત્ર 14 મિનિટમાં જ 14 હજાર કરોડના MOU થયા હતાં. મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર 18 મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો.
સુરતમાં રાત્રિ બજારની ઘટના: નબીરાઓ મોડી રાત સુધી બેઠા હતા અને પોલીસ ત્રાટકી, દંડાવાળી કરતાં જ....
કયા ક્ષેત્રોએ દાખવ્યો છે રસ?
વાઈબ્રન્ટ સમિટના (Vibrant Gujarat Summit) દસમી સિઝનમાં ગુજરાતમાં અનેક ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણમાં (Investment in the industrial sector) રસ દાખવ્યો છે. તેમાં ઉત્પાદન રસાયણ એગ્રો કેમિકલ્સ, ટેક્નિકલ ટેક્સટાઈલ, દવા, ઉદ્યોગો તેમ જ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ (Dahej), ભરુચ (Bharuch), ધોલેરા (Dholera), વડોદરા (Vadodara), હાલોલ (Halol) સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube