Gujarat MLA Salary : ગુજરાતના કરોડપતિ ધારાસભ્યો પ્રજા સામે મસમોટી વાતો કરે છે પણ એમના ઘરના ખિસ્સામાંથી કંઇ પણ કાઢવાનું આવે તો ચૂપ થઈ જાય છે. ગુજરાતમાં ગાંધીનગરમાં એમને ક્વાર્ટસ ફળવાયા છે. એ પદ ગયા બાદ પણ ખાલી ના કરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા આવા 25 પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે. વિધાનસભા સચિવાલયની કડક કાર્યવાહી શરૂ ક્વાટર્સ ખાલી નહીં કરનારા ૧૫ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો છે. કોઈ પણ ચૂંટણી લડવા નો- ડ્યૂ સર્ટિ અનિવાર્ય છે અને આ ભાડું ચૂકવે  તો જ સર્ટિ મળે છે. બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને નવા ધારાસભ્યો માટે રહેવા માટે ક્વાટર્સ ફાળવી શકાતા નથી. સેક્ટર- ૨૧ સ્થિત ધારાસભ્ય નિવાસ સંકૂલમાં ફાળવેલા ક્વાટર્સ ખાલી નહિ કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભા સચિવાલયે કાર્યવાહી શરૂ કરી છે. ૧૫મી વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના પછી પણ ગત સપ્તાહના રવિવાર સુધીમાં ક્વાટર્સ ખાલી ન કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યોના પગાર અટકાવી દેવાયો છે. હવે તેમની પાસેથી ભાડુ વસુલ્યા બાદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

૧૪મી વિધાનસભાનો ભંગ થયા બાદ માંગરોળના બાબુ વાજા, કાલોલના સુમન ચૌહાણ, રાપરના સંતોક અરેથિયા, માણસાના સુરેશ પટેલ, ભરૂચના દુષ્યંત પટેલ, ખંભાળિયાના વિક્રમ માડમ, અમરાઈવાડીના જગદિશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદ્દિન શેખ, મહુવાના રાધવજી મકવાણા, કપડવંજના કાળુભાઈ ડાભી, આણંદના કાંતિ સોઢા પરમાર સહિતના પૂર્વ ધારાસભ્યોએ મકાન ખાલી કર્યા નહોતા. ૧૫ પૈકી ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિસાવદરના હર્ષદ રિબડીયાએ તો ચૂંટણી પૂર્વે જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. જ્યારે નવી સરકારમાં મંત્રીપદ મળતા મંત્રી નિવાસમાં બંગલો મળ્યા બાદ પણ પરસોત્તમ સોલંકીએ ક્વાટર્સ ખાલી કર્યુ નહોતુ. જેના કારણે ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી, વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે. 


આ પણ વાંચો : 


વાંસદાના ધારાસભ્યની અનોખી નવી પહેલ; થર્મલ આધારિત ચૂલાથી મહિલાઓની આંખો ચમકી


રસ્તા વચ્ચે જ મહિલાએ ભૃણને જાતે બહાર કાઢી ફેંકીને પુરૂષ સાથે ફરાર, ઘટના CCTVમાં કેદ


વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના ૨૫ જેટલા પૂર્વ ધારાસભ્યોએ સરકારી નિવાસસ્થાન ખાલી કર્યા નથી. તેઓ નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે તેથી વહીવટી તંત્ર દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં પગાર અટકાવવાનો પણ આદેશ કરાયો છે. સત્તા ગઇ પણ સરકારી રાહતના નિવાસસ્થાન પર આ ધારાસભ્યોનો કબજો છે. આ સભ્યોમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આ પૂર્વ સભ્યોએ નિવાસસ્થાનનો કબજો છોડ્યો નથી, એટલું નહીં કેટલાક સભ્યોએ બાકી બીલો પણ ચૂકવ્યા નથી. વિધાનસભા સચિવાલય તરફથી ૧૫ ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. વર્તમાન સરકારના નિવાસસ્થાન વિહોણાં ધારાસભ્યો જ્યારે ગાંધીનગર આવે છે ત્યારે તેમને ફરજીયાત સરકીટ હાઉસમાં રહેવું પડે છે, કેમ કે તેમને ફાળવવાના થતાં નિવાસસ્થાનમાં પૂર્વ ધારાસભ્યોનો કબજો છે જે પાછો આપવામાં આવ્યો નથી. સરકારની વારંવારની છતાં આ પૂર્વ સભ્યો કબજો છોડતા નથી. જેથી ધારાસભ્યોના આર્થિક લાભ અટકાવવામાં આવ્યો છે. આમ નેતાઓ જાહેરમાં મસમોટી શીખામણો આપે છે પણ પોતે અમલ કરતા નથી એ આ બાબત સાબિત કરી રહી છે.


આ પણ વાંચો : 


આ ખેડૂતે ભારે કરી! ઓછા ખર્ચે હળદરની એવી રીતે ખેતી કરી કે....મેળવે છે લાખો રૂપિયા