અમદાવાદ :ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ અપડેટ્સ


  • સાંજના 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 48.10 ટકા મતદાન

  • સાંજના 5 વાગ્યા સુધી 6 બેઠકો નું મતદાન
    થરાદ,61%
    રાધનપુર 52%
    ખેરાલુ  41%
    બાયડ 53%
    અંરાઈવાડી 31%
    લુણાવાડા 44%

  • વિધાનસભાની 6 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન થયું છે. બપોરે 3 વાગ્યા સુધી 6 બેઠકોના મતદાન પર નજર કરીએ તો, થરાદ 51.79%, રાધનપુર 33.86%, ખેરાલુ 32.42%, બાયડ 47.32%, અમરાઈવાડી 25.81% અને લુણાવાડામાં 38.83% ટકા મતદાન નોંધાયું.

  • બાયડ બેઠક પર મતદાન સમયે રૂપિયાની લ્હાણી કરતો વીડિયો વાયરલ થયો છે. બાયડ તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ સદસ્ય રમણભાઈએ લોકોને રૂપિયા વહેંચતા વાયરલ થયેલા વીડિયો મામલે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી.

  • બપોરે એક વાગ્યા સુધી મતદાનના આંકડા પર નજર કરીએ તો, થરાદમાં 20.33 %, રાધનપુરમાં 18.70%, ખેરાલુમાં 19.83%, અમરાઈવાડીમાં 12.70%, બાયડમાં 19.44% અને લુણાવાડામાં 16.57% મતદાન નોંધાયું.

  • બપોરે 12 વાગ્યા સુધી થરાદમાં 20.33 ટકા, રાધનપુરમાં 18.70 ટકા, ખેરાલુમાં 11.88 ટકા, બાયડમાં 19.44 ટકા, અમરાઈવાડીમાં 12.70 ટકા અને લુણાવાડામાં 16.57 ટકા મતદાન નોંધાયું. 

  • થરાદમાં મતદાન મથકની અંદર નોટામાં મત આપતો ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મતદાન કેન્દ્રની અંદર મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કોઈ મતદાતાએ પોતાનો મત આપતો ફોટો પાડીને વાઇરલ કર્યો. સોશિયલ મીડિયામાં એવીએમ મશીનનો ફોટો વાઇરલ થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ટ

  • અમરાઈવાડી મતક્ષેત્રમાં 75 વર્ષીય ચંદાબેન ચાલી ન શકવાને કારણે તેમના પરિવારજનો તેમને ખાટલે બેસાડીને મતકેન્દ્ર સુધી લાવ્યા હતા. ચંદાબેન શેગર અમદાવાદની રાજાભગત સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

  • થરાદ વિધાનસભામાં મતદાન શરૂ થયા બાદ 1 વિવીપેટ અને  3 એવીએમ મશીન ખોટવાતા તાત્કાલિક બદલાયા હતા. મતદાન પહેલા પણ 3 ઈવીએમ કામ ન કરતાં બદલવામાં આવ્યા હતા.  


ગુજરાત પેટાચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV



જીત માટે ઉમેદવારોની પૂજા
બનાસકાંઠામાં થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં સવારે 8.00 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે મતદાન પહેલા પૂજા કરી. જીવરાજ પટેલ નાગલા પ્રાથમિક શાળામાં મતદાન કરશે. તો કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વજેગઢ પ્રાથમિક શાળામાં મતદાન કરશે. તો કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે અમરાઇવાડી જોગણી માતાના મંદિર ખાતે દર્શન કર્યું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :