Gujarat Lok Sabha Chunav Result Live : ભાજપે વિધાનસભા પેટાચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. ગત વિધાનસભામાં જે પાંચ બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો, તેને ભાજપે હાંસિલ કરી લીધી છે. લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ તમામ બેઠકો પર ભાજપ જંગી જીત સાથે આગળ છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આવી ગયા છે, અને તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીમાં ભાજપ એક વોટથી ગુજરાતમા ક્લીન સ્વીપ કરવાથી રહી ગયું. પરંતું પાંચેય પેટાચૂંટણીની બેઠકોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. કોંગ્રેસે પાંચેય ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે. 


વિજાપુર બેઠક
ભાજપ - સીજે ચાવડાની જીત
કોંગ્રેસ - દિનેશ પટેલની હાર


પોરબંદર બેઠક
ભાજપ - અર્જુન મોઢવાડિયાની જીત
કોંગ્રેસ - રાજુ ઓડેદરાની હાર


માણાવદર બેઠક
ભાજપ - અરવિંદ લાડાણીની જીત
કોંગ્રેસ - હરિભાઇ કણસાગરાની હાર


ખંભાત બેઠક
ભાજપ - ચિરાગ પટેલની જીત
કોંગ્રેસ - મહેન્દ્રસિંહ પરમારની હાર


વાઘોડિયા બેઠક
ભાજપ - ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
કોંગ્રેસ - કનુભાઇ ગોહિલની હાર 


182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. ગત છ મહિનામાં કોંગ્રેસ, આપ અને અપક્ષના મળીને 5 ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેને ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. ત્યારે આ પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો છે.