રાજકીય વર્તુળોમાં ટોકિંગ પોઈન્ટ બન્યાં શંકર ચૌધરી, E-વિધાન પ્રોજેક્ટને સફળ બનાવી બીજું શુ લાવશે?
Shankar Chaudhary : શંકર ચૌધરી `E-વિધાન` નામના ડ્રીમ પ્રોજેક્ટ પર પ્રયાસો કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની તેમની નેમ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ભાજપશાસિત અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરશે
Gujarat Vidhansabha E-Vidhan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કામમાં ઈનોવેશનના આગ્રહી હોય છે. આથી ધારાસભ્યથી માંડીને સાંસદ અને મંત્રીઓથી માંડીને પક્ષના પદાધિકારીઓ સહિતના હરકોઈને સતત નવા અને અસરકારક આઈડિયા વિચારવાની ફરજ પડે છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમાંથી બાકાત નથી.
ધારાસભ્ય તરીકે નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા શંકરભાઈ બનાસ ડેરીના સર્વેસર્વા તરીકે પણ અસરકારક સાબિત થયાં છે. પ્રધાનમંત્રી જલ તલાવડી યોજના અંતર્ગત તેમણે બનાસ ડેરીના નેજાં હેઠળ જળસંચયની નોંધપાત્ર કામગીરી કરી હતી. એ ઉપરાંત વડાપ્રધાનના મતક્ષેત્ર બનારસમાં પણ તેમણે કામનું માળખું ગોઠવવામાં અને તેને પ્રભાવશાળી રીતે કાર્યરત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેનો શિરપાવ ગણો કે ઈનામ ગણો, ગુજરાતની રાજનીતિમાં તેમનું પુનરાગમન થયું અને ચૂંટણી જીત્યા પછી તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડા પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરમા મૂકાયો પ્રતિબંધ
હવે આ હોદ્દા પર પણ શંકરભાઈ નવો આઈડિયા લાવી રહ્યા છે. હાલમાં તેઓ "E-વિધાન" નામના ડ્રીમ પ્રોજેક્ટ પર દિવસ-રાત જહેમત ઊઠાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની તેમની નેમ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ભાજપશાસિત અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરશે. સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઈ-વિધાન લાગુ કરવાની ગણતરી છે.
જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા, કહ્યું-સાનમાં સમજી જજો
ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવા માટે તમામ ડેટા ડિજિટલાઈઝ્ડ થાય એ માટે અધિકારીઓની ફોજને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર માસથી પેપરલેસ વિધાનસભાની તેમની નેમ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો નવા આઈડિયાના અમલીકરણ માટે શંકર ચૌધરી વધુ એક વાર વડાપ્રધાનની અપેક્ષા પર ખરાં ઉતરશે. તો એમને નવો શિરપાવ શું મળશે? રાજ્યનું મુખ્યમંત્રીપદ, પ્રદેશનું અધ્યક્ષપદ કે પછી કેન્દ્રમાં તેમને લઈ જવાશે આ દરેક સવાલના જવાબ તો સમય આપશે, પણ હાલ તો આ સવાલો રાજકીય વર્તુળોમાં ટોકિંગ પોઈન્ટ બન્યાં છે.
અંબાલાલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગયાનો ડર