ગાંધીનગર :ગુજરાત વિધાનસભા (gujarat vidhansabha) ના ટૂંકા સત્રની તારીખોની જાહેરાત ગૃહરાજ્યમંત્રી અને સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર 9 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે મળવાનું છે. 9 ડિસેમ્બરના રોજ મળનારા સંત્રમાં બંધારણીય દિવસની ઉજવણી અંતર્ગતનો પ્રસ્તાવ આવશે. તો સાથે જ ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી (Gandhi Jayanti) ની ઉજવણીનો પણ પ્રસ્તાવ વિધાનસભાના ટૂંકા સત્રમાં રજૂ થશે. આ ઉપરાંત નવા કાયદાઓ અંગેના સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube