હિતલ પારેખ/ગાંધીનગર : હવે દેશભરમાં બજેટની ચર્ચા થઈ રહી છે. ગરીબ, મધ્યમ વર્ગ, માલદાર દરેકની નજર બજેટ પર છે કે, તે કેવું હશે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે. લેખાનુદાન બજેટ હોવાના કારણે એક સપ્તાહ સુધી વિધાનસભા ચાલશે. લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ લેખાનુદાન બજેટ રજૂ કરશે.


આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, તા.18 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થાય છે. લોકસભાની ચૂંટણી હોવાથી નિયમ મુજબ દર વખતે વોટ ઓન એકાઉન્ટની એક સિસ્ટમ છે. લાંબુ બજેટ એ ઈલેક્શન પછી કરવામાં આવશે. ચાર મહિના પૂરતા ખર્ચની વ્યવસ્થા માટેની આ વ્યવસ્થા છે. જેને વોટ ઓન એકાઉન્ટ કહેવાય છે. એક અઠવાડિયા માટે 18મીથી બજેટ સત્ર બોલાવવાનો નિર્ણય આજની કેબિનેટમાં લેવાયો છે.