ગુજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં! ફરી અનેક જગ્યાએ ગંદકી અને કચરોનું સામ્રાજ્ય, કેન્ટીન બંધ
વિદ્યાર્થીઓ માટે મુકેલા પાણીના કુલરમાંથી પાણી આવતું નથી અને પાણીને બદલે કુલરમાં માત્ર કચરો દેખાઈ રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલી કેન્ટીનનો કોન્ટ્રાકટ પૂરો થતાં કેન્ટીન બંધ થઈ છે અને સમગ્ર 100 મીટરના વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ: સ્વચ્છતા મામલે ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ સામે અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાત વિદ્યાપીઠની કેન્ટીન અને તેની આસપાસમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ઉનાળાની સીઝનમાં અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ છે એવામાં નળમાંથી પાણી વહી રહ્યું છે. પાણીની પાઈપમાં ચકલી ના હોવાને કારણે વહેતુ પાણી અટકાવવું પણ મુશ્કેલ બન્યું છે.
ખેડૂતો માટે મોટા સમાચાર; કમોસમી વરસાદથી નુકસાન અંગે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
વિદ્યાર્થીઓ માટે મુકેલા પાણીના કુલરમાંથી પાણી આવતું નથી અને પાણીને બદલે કુલરમાં માત્ર કચરો દેખાઈ રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલી કેન્ટીનનો કોન્ટ્રાકટ પૂરો થતાં કેન્ટીન બંધ થઈ છે અને સમગ્ર 100 મીટરના વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર જાળા અને કચરાથી વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. કેન્ટીનની આસપાસ જાળા અને કચરાના ઢગલા વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ વાંચન કરતા પણ નજરે પડે છે. કેન્ટીન બંધ હોવાને કારણે ટેબલ ખુરશી પણ રૂમમાં મૂકી લોક કરી દેવાઈ છે.
પાવાગઢમાં ઘુમ્મટ કેમ પત્તાની માફક તૂટી પડ્યો? સામે આવ્યું કારણ, કુદરતનો પ્રકોપ કે...
ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાઓ પહેલા ગુજરાત વિદ્યાપીઠમાં ખૂબ મોટા પાયે સાફ સફાઈ હાથ ધરાઈ હતી, અનેક ટન કચરો કાઢવામાં આવ્યો હતો. જો કે ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓની ઢીલાશને કારણે કચરા અને જાળાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
લોહીમાં લથપથ લોકોની ચિચિયારીઓથી પાવાગઢ ગૂંજ્યો! એક મહિલાનું મોત, 10 ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 20 મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી હતી. વર્ષ-1920માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જોઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે.
BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી