ગુજરાતમાં ગાંધીની સંસ્થા વિવાદમાં : સોઢીની જેમ હકાલપટ્ટી થાય એ પહેલાં કુલનાયકનું રાજીનામુ, આ હતી છેલ્લી તારીખ
Gujarat Vidyapith : યુજીસીએ ગેરલાયક ઠેરવ્યા બાદ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ આજે પોતાનું રાજીનામુ આપી દીધુ છે
Gujarat Vidyapith : અમૂલ ફેડરેશનના પૂર્વ એમડી સોઢીની જેમ હકાલપટ્ટી થાય એ પહેલાં રાજેન્દ્ર ખીમાણીએ નિર્ણય લઈ લીધો છે. મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં ઉચ્ચ કક્ષાએ આ વિવાદને પગલે આદેશો છતાં ખીમાણી આ પદ પર ચાલુ હતા. હવે નવી અપડેટ એવી છે કે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી તેમજ ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખિમાણી કુલનાયકના પદ પરથી હટાવી દેવામાં આવે... હાઈકોર્ટના આદેશને પગલે ખીમાણીએ આ રાજીનામું ના આપ્યું હોત તો એમને હટાવવા પડ્યા હોત પણ એ પહેલાં ખીમાણીએ સામેથી પહેલ કરી છે. રાજીનામું આપતાંની સાથે જ કુલપતિએ આ સ્વીકારી લીધું છે.
વિદ્યાપીઠમાં આંતરિક ડખા
ગાંધીજી સાથે સંકળાયેલી ગૂજરાત વિદ્યાપીઠ કોઈના કોઈ કારણોસર હમણાં વિવાદમાં આવી રહી છે. થોડા સમય પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે સામૂહિક સફાઈ આભિયાન હાથ ધરી આખી વિદ્યાપીઠનો કચરો સાફ કર્યો હતો. બાદમાં શિક્ષણ વિભાગે પણ કોલેજમાં સ્વચ્છતા માટે આદેશ કરવો પડ્યો હતો. કુલપતિની નિમણુક સામે પણ ઘણાની નારાજગીઓ છે. હાલમાં વિદ્યાપીઠમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યાં છે. હાઈકોર્ટના આદેશને પગલે 17 ફેબ્રુઆરી પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે રાજીનામું આપી દીધું છે અને ગુજરાતનાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
આ પણ વાંચો :
ગુજરાતના આ શહેરમાં ઠંડીનો પારો સીધો 1.4 ડિગ્રી. કયા કયા શહેરમાં કોલ્ડવેવની આગાહી જુઓ
ડઝનબંધ પદ રાખી રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂની થશે
રાજેન્દ્ર ખીમાણીના વહીવટો અને મનમાની
એવી ચર્ચાઓ છે કે, રાજેન્દ્ર ખીમાણીના વહીવટો અને મનમાનીથી મહાત્મા ગાંધીની વિદ્યાપીઠ સતત ચર્ચામા રહી હતી. UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુંક ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો. તો હાઈ કોર્ટે પણ UGC એ જે ભલામણ કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ UGC ની ભલામણ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હવે આગામી સમયમાં ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગૂજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ વિવાદોને ઠારવાનો પ્રયત્ન કરાયો છે.
આ પણ વાંચો : ગુજરાતના 10 જિલ્લા જોશીમઠ જેવા, ગમે ત્યારે જમીનમાં સમાશે, રિપોર્ટ સરકારની ઊંઘ ઉડાડશે