જીતુ વાઘાણીનો ક્રાંતિક્રારી નિર્ણય, શાળામાં હવે એવા વિષયો ભણાવાશે જેનાથી સ્કીલ ડેવલપ થશે
ગુજરાત (Gujarat) ના શિક્ષણ જગતમાં હવે નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહી છે. આવામાં શિક્ષણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય (Gujarat Wants Education Revolution) લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયો દાખલ કરાશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તથા રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષય પણ ભણાવાશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત (Gujarat) ના શિક્ષણ જગતમાં હવે નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહી છે. આવામાં શિક્ષણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય (Gujarat Wants Education Revolution) લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયો દાખલ કરાશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તથા રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષય પણ ભણાવાશે.
શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ-11 માં અને 2022-23 થી ધોરણ-12 માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. એમ કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
1 એગ્રીકલ્ચર
2 એપરલ & મેડ ups & હોમ ફર્નીશીંગ
3 ઓટોમોટિવ
4 બ્યુટી એન્ડ વેલનેસ
5 ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર
6 રિટેઇલ
7 ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટી
આ પણ વાંચો : પીધેલા પુત્રને છોડાવવા વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર ભાન ભૂલ્યા, લજવી પદની ગરિમા
વિદ્યાર્થીઓની સ્કીલ વધારવાનો હેતુ
આ નવા કોર્સ દાખલ કરવા પાછળનો શિક્ષણ વિભાગનો હેતુ વિદ્યાર્થીઓને શાળા સ્તરેથી જ વિવિધ સ્કીલ્સ શીખવાડવાનો છે. કોરોનામાં ઓફલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણની મેઈન સ્ટ્રીમથી દૂર રહ્યાં છે. આ તમામ વિષયોમાંથી વિદ્યાર્થીઓને પસંદીગીના લઈ શકશે જેથી વિદ્યાર્થીઓમાં નવી સ્કિલ ડેવલોપ થઈ શકે. આ તમામ વિષયો વિદ્યાર્થીઓને તેમનુ કરિયર સિલેક્શન કરવામાં પણ ઉપયોગી બની રહેશે.
વૈદિક ગણિતનો પણ સમાવેશ કરાયો
નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્કૂલના અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઇતિહાસ ઉપરાંત પોતાની વિરાસત મુદ્દે પણ આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્માવિષ્ય અંદાજીત 20,000 શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી વિષય તરીકે વૈદિક ગણિતને અભ્યાસમાં જોડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ગણીત માત્ર ભાર રૂપ વિષય ન લાગે પરંતુ તેનો આનંદ ઉઠાવી શકે અને ગણીતને ગોખવાના બદલે સમજી શકે તે હેતુથી આ યુનિક કોનસેપ્ટ સાથે નવા વર્ષથી પ્રારંભ કરાવવામાં આવશે. ધોરણ 6 થી 10 ના વર્ગમાં તબક્કાવાર વૈદિક ગણિતને અભ્યાસમાં સમાવવામાં આવશે. આ અંગે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સફળ રહ્યા બાદ સમગ્ર અભ્યાસક્રમમાં તબક્કાવાર રીતે સમાવેશ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ભારતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય એ હેતુથી વૈદિક ગણિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.