હવે ગુજરાતની ખાસ બસ મીટાવશે પૂરથી ઝઝૂમી રહેલા કેરલની તરસ
આ ખાસ બસને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (CSMCRI) ભાવનગરમાં તૈયાર કરવામાં આવી છે. જેને કેરલ મોકલવામાં આવી છે અને અહીં પૂરથી ઝઝૂમી રહેલા કેરલવાસીઓની તરસ મીટાવશે.
અમદાવાદ: કેરલમાં લોકો માટે આફત બનેલા પૂરના પાણી હવે ઓસરી ગયા છે. પરંતુ લોકોની સમસ્યાઓ હજુ ઠેરની ઠેર છે. ચારે બાજુ પાણી જ પાણી છે. પરંતુ લોકોને પીવા માટે શુધ્ધ પાણી નથી. પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા કેરલવાસીઓ માટે ગુજરાતની આ ખાસ જાણે દેવદૂત બનીને આવી છે.
ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સીએસએમસીઆરઆઇ) દ્વારા આ ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. કેરલમાં પૂરની સ્થિતિને જોતાં આ બસને કેરલ રવાના કરવામાં આવી છે. શુક્રવારે આ બસ કેરલ પહોંચી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર આ ખાસ 40 ફૂટ લાંબી છે. જે વોટર પ્યૂરીફાયરનું કામ કરે છે. આ બસ ગ્રામિણ વિસ્તારોમાં જઇને એક દિવસમાં અંદાજે 40 હજાર લિટર પાણી શુધ્ધ કરી શકે છે. એટલું જ નહીં ફિલ્ટર કરાયેલા પાણીને WHO દ્વારા પણ સુરક્ષિત માનવામાં આવ્યું છે.
UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
CSMCRIના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સંજય પાટીલે જણાવ્યું કે, મેંબ્રેન સાયન્સ અને સેપરેશન ટેકનોલોજી ડિવિઝન આ બસનો મહત્વનો ભાગ છે. આ બસમાં ગોઠવાયેલ પ્લાન્ટ કોઇ પણ પ્રકારના પાણીને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં આ પાણીના ટીડીએસ કેટલા પણ વધારે હોય છતાં એને પીવા લાયક પાણીમાં ફેરવી શકે છે. ભલે એ દરિયાનું ખારૂ પાણી હોય કે અન્ય કોઇ પાણી. પ્રક્રિયા દ્વારા એ પાણીને પીવા લાયક બનાવી દે છે. વધુમાં આ પાણીમાંથી બેક્ટેરિયા અને વાયરસને પણ પાણીથી દુર કરી શકે છે.
કેરલમાં ફસાયેલો યશ યેનકેન પ્રકારે 3 દિવસે સુરત પહોંચ્યો
ડો. પાટીલે જણાવ્યું કે, આ બસ તિરૂવનંતપુરમના 250 કિલોમીટર વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેશે. આ કેરલ વોટર ઓથોરિટીની મદદ માટે કામ કરશે. આ બસ 23 કિલોવોટ પાવર પર કામ કરે છે. જે એના એંજિન સાથે જોડાયેલ છે. આ ઉપરાંત બસની છત પર સોલર પેનલ લગાવેલી છે. જેનાથી બસને જરૂરી એનર્જી જાતે ઉત્પન્ન કરે છે. આ બસ ઘણા સંજોગોમાં આવા વિપરીત હાલાતમાં પોતાની સેવાઓ આપી ચૂકી છે. પાટીલના સહયોગી ડો. નિર્મલ સાહાએ કહ્યું કે, જો બસમાં ડિઝલ ખતમ થઇ જાય તો સોલર પેનલના આધારે અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલતો રહે છે.