Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હાલ ગુજરાતના હવામાનની વાત કરીએ તો, ગુજરાતમા ચોમાસાની આગમન સાથે જ મોન્સૂન ટ્રફ અને બીજી એક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં બે સિસ્ટમ એક્ટિવ થતા વરસાદી માહોલ છવાયો છે. જેને કારણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. આજે પંચમહાલ, ડાંગ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે. તો ભરૂચ, સુરત, નવસારી, તાપી માટે યલો અલર્ટ અપાયુ છે. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના મહુવા, વલસાડના વલસાડ સીટી અને પારડી માં પોણા એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 
હવામાન વિભાગના અહેવાલ અનુસાર, આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ આવી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની આગાહી છે. તો 28 અને 29 જૂને પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આવા છે ગુજરાતના વિદ્યાર્થીઓ : 5 વત્તા 5 કેટલા થાય તેનો જવાબ પણ નથી આપી નથી શક્તા


24 કલાકમાં વરસાદના આંકડા
હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 5.5 ઇંચ વરસ્યો છે. તો ખેડાના મહેમદાબાદ અને નડિયાદમાં 4:30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના મુન્દ્રામાં અને મોરબીના મોરબી સિટીમાં 3.5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આમ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. તો રાજ્યના 45 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 



અમદાવાદ 5 દિવસ વરસાદની આગાહી
અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવશે. વરસાદને કારણે અમદાવાદમાં તાપમાન ઘટ્યુ છે. તો સાથે જ સોમવારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અન સાંજે 98 ટકા હતું. 



ગુજરાતના 6 જળાશય હાઈએલર્ટ પર 
ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જેને કારણે જળાશયોમાં નીર વધ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં 10 ડેમો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 6 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા છે. કારણ કે, તેમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે. બાકીના ત્રણ જળાશય એલર્ટ પર છે, જ્યાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો એક જળાસયમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ થતા તેમને વોર્નિંગ સિસ્ટમ પર મૂકાયા છે. 


વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થતા જ જળાશયોમાં પાણી જોવા મળ્યું છે. 26 જુન સુધીના લેટેસ્ટ અપડેટ અનુસાર, સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાષયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.