Gujarat Weather Forecast: ભારે છે ઓગસ્ટની આ તારીખો! નોંધી રાખજો...મજબૂત સિસ્ટમ આ વિસ્તારોમાં લાવશે અનરાધાર વરસાદ
ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં 4 ઈંચ જ્યારે ચીખલી અને ક્વાંટમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. લસાણા, નાંદોદ, ગારિયાધારમાં 2.5 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, પાવી જેતપુર, ભરૂચ, ડોલવણમાં 2-2 ઈંચથી વધુ વરસાદ, ગળતેશ્વર, સાગબારા, ગણદેવી, ખેરગામ, કઠલાલમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
ભારે વરસાદની આગાહી
આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી છે. વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.
દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમાં ક્રમે છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 51 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી સરેરાશ 15.86 ઈંચ જ વરસાદ વરસ્યો છે.
અંબાલાલની આગાહી
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.
20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.