Gujarat Weather Forecast : આવતીકાલથી ગુજરાતનું હવામાન પલટાઈ રહ્યું છે. આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી કરવામાં આવી છે. 29, 30 અને 31 માર્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં વરસાદ આવશે 
હવામાન વિભાગ દ્વારા આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, મોરબી અને રાજકોટમાં માવઠાની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને પાટણમાં પણ માવઠાની આગાહી છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. 
30 માર્ચે  દેવભૂમિ દ્વારકા ,જામનગરમાં માવઠાની આગાહી  
30 માર્ચે મોરબી, રાજકોટમાં પણ માવઠાની આગાહી  
30 માર્ચે સુરેન્દ્રનગર, બોટાદમાં પણ માવઠાની આગાહી  
30 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની આગાહી  


29 તારીખે આ વિસ્તારોમાં માવઠુ આવશે
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. રાજસ્થાન અને હરિયાણાની આસપાસ સક્રિય સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો. જેની અસર હજી જોવા મળશે. આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે. 


હજી માવઠું ગયુ નથી
ગુજરાતમાંથી હજી માવઠાની ઘાત ટળી નથી તે વિશે અંબાલાલ પટેલે આગાહી કરી કે, હજી પણ માવઠું અને હવામાનમાં પલટો આવશે. 25-26 માર્ચે દરિયામાં હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી રહેશે. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી છે. 


એપ્રિલમાં પણ કમોસમી વરસાદ આવશે 
તેમણે કહ્યું કે, 8 થી 14 સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે. અખાત્રીજ આસપાસ પણ વાદળવાયું વાતાવરણ રહેશે. 26 મી એપ્રિલ બાદ ગરમી પડતા મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરશે. તો તેમણે ગુજરાતમાં આંધી-તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 8 મે થી ગુજરાતમાં આંધી તુફાન આવવાથી વરસાદ રહેશે.


ગુજરાતમાં વારંવાર માવઠું કેમ આવે છે 
ગુજરાતમાં સતત બદલાઈ રહેલા હવામાનને લઇને અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, માર્ચ મહિનામાં આવો વરસાદ અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યો. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે જેનાથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સર્ક્યુલેટ થતા વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠાંડા પડતા અને વાદળો અથડાવવાથી કરા અને વીજ પ્રપાત થઇ રહ્યાં છે. આ વખતે કમોસમી વરસાદની શક્યતા યથાવત છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે.