આગાહીકાર અંબાલાલ પટેલે વળી પાછી ચોંકાવનારી આગાહી કરી છે. હાલમાં જ ગુજરાતે બિપરજોય વાવાઝોડાનો સામનો કર્યો છે. હવે અંબાલાલે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લાઓ થશે જળબંબાકાર
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા બે કાંઠે વહેશે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે પાંચ દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવશે. 


આ તારીખે પણ થઈ છે વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા છે. 


આ 2 દિવસ ઘરની બહાર ન નીકળતા! જાણો કયા વિસ્તારો માટે કરાઈ છે ભારે વરસાદની આગાહી


CM ભૂપેન્દ્ર પટેલ પુત્રને મળવા મુંબઈ પહોંચ્યા, હિન્દુજા હોસ્પિટલમાં છે સારવાર હેઠળ 


પારકી પરણેતર સાથે હોટલના વાયરલ થયેલા Video અંગે AAP ધારાસભ્યે આપ્યું મોટું નિવેદન


અત્રે જણાવવાનું કે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો પરસાદ પડી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube