Gujarat Weather Forecast : ગુજરાતના વેઘર સ્પેશ્યાલિસ્ટ અંબાલાલ પટેલની આગાહી ભાગ્યે જ ખોટી ઠરે છે. ગુજરાતમાં હવે વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયા માં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ 16.5  મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધ્યું છે. હવે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે રાતે કે વહેલી સવારે ઠંડીને બદલે મનમોહક વાતાવરણ રહેતાં લોકો બહાર નીકળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ-
હાલ જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે, હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે. આ કારણે 13 માર્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે. પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. 


ગુજરાતમાં બદલાઈ રહી છે પવનોની દિશા-
એ જ કારણ છેકે, રાજ્યમાં પવનોની દિશા બદલાતાં તાપમાનમાં વધારો થયો છે. પ્રથમ વખત સિઝનનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું... રાજકોટમાં સૌથી વધુ 37 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, અસલી ગરમી તો હવે પડશે. આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે. આકરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.


અરબી સમુદ્રમાં હલચલ-
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે.