Gujarat Cyclone Alert : આજે કયામતનો દિવસ આવી ગયો છે. મહાઆફતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બિપોરજોય હવે ગુજરાતની વધુ નજીક આવી રહ્યું છે. હવે ચક્રવાત બિપોરજોય ગુજરાતના જખૌ બંદરથી માત્ર 120 કિમી દૂર છે. જેમ વાવાઝોડું દરિયા કાંઠાની નજીક આવી રહ્યું છે, તેમ તે ફટાફટ અંતર કાપી રહ્યું છે. કલાક પહેલા જ વાવાઝોડું જખૌથી 140 કિમી દૂર હતું. અને હવે કલાક બાદ 20 કિમી આગળ વટાવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડું ગુજરાત કોસ્ટથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય 8 km ની ઝડપે ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું ગુજરાતના અલગ અલગ દરિયા કાંઠેથી કેટલે દૂર છે તે જુઓ


  • વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર

  • વાવાઝોડું કચ્છના નલિયાથી 170 કિમી દૂર

  • વાવાઝોડું દ્વારકાથી 150 કિમી દૂર

  • સૌરાષ્ટ્રના પોરબંદરથી 260 કિમી દૂર

  • પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર



બીએસએફના માનવતાવાદી કૃત્યોમાંના એકમાં, આ જોખમી સમયમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીને, સંવેદનશીલ ગ્રામવાસીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. ઠુમરી અને વાલાવરીવાંડ ગામના 150 ગ્રામવાસીઓએ બીએસએફ કેમ્પમાં આશરો લીધો છે. BSF ટુકડીઓએ તમામ જરૂરી ગોઠવણો કરી છે, ગ્રામજનોને તેમની સુવિધામાં સમાવીને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી છે. આશ્રય મેળવનારાઓમાં, 34 બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો, પુરૂષો અને સ્ત્રીઓ છે. BSF ખંતપૂર્વક પીવાનું પાણી, ખોરાક, તબીબી કવરેજ અને સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણો જાળવવા જેવી આવશ્યક સહાય પૂરી પાડે છે.