ફરી વરસાદની આગાહી : દેશના 11 રાજ્યો તથા ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે કમોસમી વરસાદ
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત... કચ્છના નલિયામાં ઠંડીનો પારો પહોંચ્યો 10.08 ડિગ્રીએ,,, અન્ય શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. આમ, ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરી મહિનાની શરૂઆત માવઠા સાથે થશે.
11 રાજ્યોમાં વરસાદની આગાહી
31 ડિસેમ્બર 2023 થી 2 જાન્યુઆરી 2024 દરમિયાન તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભમાં હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે. IMD એ પણ 30 અને 31 ડિસેમ્બરે તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તરાયણ બગાડશે માવઠું
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
ડિસેમ્બરના અંતમાં ઠંડી વધશે
ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે. ત્યારે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે.