ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, દરિયામાં કરંટ છતાં ભાવનગર રો-રો ફેરી મુસાફરોને લઈને નીકળી
Gujarat Weather Forecast : સુરતમાં વાવાઝોડાનો ખતરો છતાં તંત્રની ગંભીર બેદરકારી... બીચ બંધ કરાયા પરંતુ સુરતથી ભાવનગર જતી રો-રો ફેરી સર્વિસ હજુ ચાલુ... લોકોના જીવના જોખમે રો-રો ફેરી ચાલુ હોવાનો દાવો...
Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 840 કિલોમીટરના અંતરે હતું. મુંબઈથી વાવાઝોડું બિપોરજોય પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિલોમીટર દૂર રહેલું હતું. આગામી 38 કલાક દરમિયાન અતિ તીવ્ર વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે. ગુજરાત પરથી વાવાઝોડું ફંટાય તેવુ લાગે છે, પરંતું તેની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. એક તરફ તંત્ર બચાવ કામગીરી માટે તકેદારીના પગલા લઈ રહ્યું છે, ત્યા બીજી તરફ, સુરતમાં વાવાઝોડા વચ્ચે તંત્ર મોટી લાપરવાહી સામે આવી. દરિયામાં ગમે ત્યારે સંકટ આવે તે માટે માછીમારોને પરત બોલાઈ લેવાયા, તો દરિયામાં કરંટ છતાં સુરતથી ભાવનગર રો રો ફેરી સર્વિસ ચાલુ રાખવામાં આવી.
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈને સતત આગાહીઓ આવી રહી છે. આવામાં સુરતથી ભાવનગર જતી રો-રો ફેરી સર્વિસ ચાલુ રાખવામા આવી છે. વહેલી સવારે 8 વાગે સુરતથી ફેરી સર્વિસ ભાવનગર જવા માટે રવાના કરાઈ હતી. લોકોના જીવના જોખમે રો રો ફેરી ચાલુ રાખવાનો આદેશ કોણે આપ્યો. દરિયામાં ભારે પવન અને કરંટ હોવા છતાં રો રો ફેરી ચાલુ રાખવામાં આવી. આ વિશે પૂછતા રો રો ફેરીના સંચાલક દ્વારા કહેવામાં આવ્યું કે, અમને કોઈ બઁધ કરવા સૂચન કરવામાં આવ્યું નથી.
હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો
સુવાલી બીચ બંધ કરાયો
વાવાઝોડાને લઈ સુરતનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતનો ફેમસ સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે. સુવાલી દરિયા કિનારે થી 2 કિલોમીટર દૂર પોલીસે આડસ લગાવી બંધ કરાયો છે. સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આગામી તારીખ 10 અને 11 ભારે પવન ફુંકાવાની શક્યતા છે. આવામાં એક દિવસ પહેલા સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુરત ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે વાવાઝોડાના એક દિવસ પહેલા આ બીચ બંધ કરવો. જોકે વાવાઝોડા ને લઈ 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે. ત્યારે કોઈપણ વ્યક્તિ દરિયા કિનારે ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં વાવાઝોડું આવ્યું, દિલ્હીમાં ગુજરાતના બે નેતાઓની ફરિયાદો થઈ
તિથલ બીચ પણ બંધ કરાયો
સમગ્ર ગુજરાત ઉપર બીપરજોય વાવાઝોડા નો ખતરો વળતાય રહયો છે જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકો ને દુકાનનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે સાથે સાથે દરિયા ઉપર ન આવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે વલસાડના ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓ ને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થામાં ભણવું મોંઘુ પડશે, ફીમાં ત્રણથી ચાર ગણો વધારો