Ambalal Patel Prediction : હાલ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પરંતું હાલ પૂરતો ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળ્યો છે.હવામાન વિભાગ અને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. હવે બપોરે 1.30 કલાકે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવશે. છતાં રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. જેકે ગુજરાત ઉપર ખતરો નથી. માત્ર વાવાઝોડાની અસરના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત કોઈ ખતરો ન હોવાની સત્તાવાર જાહેરાત બપોર બાદ કરવામા આવશે. સૂત્રોના હવાલેથી ખબર આજે મોડી સાંજે કે આવતીકાલ સવાર સુધી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયુ છે. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 7 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ આગળ વધી રહ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 970 કિમિ દૂર છે. આગામી 47 કલાકમાં વધુ ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધશે. પવનની ગતિ તબક્કાવાર 55 કિમિ પ્રતિ કલાકથી 150 કિમિ પ્રતિ કલાક સુધી અને તેથી પણ વધુ પહોંચી શકે છે. 


બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યું અને ગુજરાત પર ક્યારે ત્રાટકશે, આવ્યા લેટેસ્ટ અપડેટ


ચક્રવાત વિશે લેટેસ્ટ અપડેટ એ છે કે, સંપૂર્ણ ચક્રવાતનો બાહ્ય ઘેરાવો દરિયામાં 500 કીમોમીટર કરતા પણ વધુનો છે. જ્યારે ચક્રવાતના કેન્દ્રબિંદુ નો ઘેરાવો અંદાજે 50 કિલોમીટરનો છે. માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે. હાલ ગુજરાતના દરિયા કાંઠા માટે ચિંતાની કોઈ બાબત નથી. જો ચક્રવાતની આગળ વધવાની દિશા બદલાય તો ગુજરાત માથે મોટું કુદરતી સંકટ આવી શકે છે. હાલ ગુજરાતના તમામ બંદરો પર બે નમ્બરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. હવે બપોરે 1.30 કલાકે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવશે.


ગુજરાતીઓ હાર્ટએટેકથી ડરો નહિ તો મોત આવશે : સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના મોત


બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક છે. દરિયા કિનારાના જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છતા વાવાઝોડાની અસરને લઈ રાજ્ય સરકાર સતર્કતા રાખી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના અપાી છે. સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમોને પ્રી ડિપ્લોયમેન્ટ કરવામા આવશે. સાથે જ ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓના સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયો તોફાની બની રહેવાના પગલે તંત્રને એલર્ટ કરવામા આવ્યું છે. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે