બિપોરજોય વાવાઝોડાની તાકાત વધી, ગુજરાતના આ વિસ્તારો પર છે સૌથી મોટું જોખમ
Gujarat Weather Forecast : બિપરજોય નામનું વાવાઝોડું ધીમી ગતિએ વધી રહ્યું છે આગળ... અમરેલીના જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ... વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્ર અને પ્રશાસન આવ્યું હરકતમાં...
Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 600 કિલોમીટર દૂર છે. આ સંકટ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. બિપોરજોય 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજથી 15 જૂન સુધી હવે આ વાવાઝોડાની અસર જોવા મળશે. આ અસરથી ગુજરાતના અનેક વિસ્તારોના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્ર અને પ્રશાસન હરકતમાં આવ્યું છે. અરબી સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા કોસ્ટગાર્ડની ટીમો એક્શન મોડમાં આવી છે. દરિયાામાં હવાઈ નિરીક્ષણ શરૂ કરાયું છે. તો દરિયા કાંઠે પોલીસ તૈનાત કરાઈ છે, જેથી લોકોને દરિયામાં જતા અટકાવી શકાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાતના દરેક બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. તો ગિરનારનો રોપ વે પણ બંધ કરાયો છે. સંભવિત વાવાઝોડા બિપરજોય સંદર્ભે પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ ખાતે એક એક ટીમ એમ એનડીઆરએફની કુલ ત્રણ ટીમો મોકલવામાં આવી દીધી છે. જ્યારે એક એસ.ડી.આર.એફની ટીમ કચ્છ ખાતે મોકલી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ બીચ બંધ કરાયા
સંભવિત વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતમાં સુવાલીના દરિયાકિનારામાં 4થી 5 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં. જેથી આગામી. 3 દિવસ સુધી સુવાલી અને ડુમ્મસ બીચ બંધ કરાયા છે. દ્વારકાનો શિવરાજપુર બીચ પણ સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે બંધ કરાયો છે. તારીખ 10 જુનથી 15 જુન સુધી શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરાયો છે. વાવાઝોડાના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એ માટે મહત્વ પૂર્ણ નિણર્ય લેવાયો છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા લોકોને અપીલ કરાઈ છે.
ગિરનાર રોપવે બંધ
વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળ રહી છે. ભારે પવનને કારણે જૂનાગઢમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે. હાલ પર્વત પર 80 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. ગિરનાર પર્વત પર ભારે પવન, રોપવે સેવા બંધ કરાતા સહેલાણીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે પવનમાં યાત્રિકોની સલામતી માટે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. વાતાવરણ અનુકૂળ થતા રોપવે સેવા ફરી શરૂ કરાશે. યાત્રિકો હાલ સિડી ચડીને દર્શન કરી શકશે.
કોસ્ટગાર્ડ ટીમ એક્શનમાં આવી
અરબી સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા કોસ્ટગાર્ડની ટીમો એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ કરાયું છે, જેથી વાવાઝોડાની હરકત પર નજર રાખી શકાય. સમુદ્રમાં માછીમારો માછીમારી ન કરે તે માટે વિમાન મારફતે ખાનગી રાહે પેટ્રોલિંગ શરૂ કરાયું છે. જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડિય કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 20 મિનિટ સુધી શિયાળ બેટ જાફરાબાદ પોર્ટ વિસ્તારના દરિયા કિનારે તપાસ કરવામાં આવી.
ગુજરાતમાં ક્યારે શું અસર થશે
10 જૂને 35 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
11 જૂને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
12 જૂને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
13 અને 14 જૂને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
11થી 14 જૂન વચ્ચે દરિયા કિનારો અતિ તોફાની બની શકે
13 અને 14 જૂને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
11થી 14 જૂન વચ્ચે દરિયા કિનારો અતિ તોફાની બની શકે
10થી 15 જૂન વચ્ચે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
જાફરાબાદમાં 700 બોટ કિનારે લાંગરી દેવાઈ
બીપોરજોય વાવાઝોડું અરબ સાગરમાં જેમ નજીક આવી રહી છે તેમ જાફરાબાદ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જાફરાબાદના તમામ માછીમારો ગત 26 તારીખે જ પરત આવી ગયા છે જાફરાબાદની 700 જેટલી મોટો હાલ દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે તો અમરેલી વહીવટ તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે ગઈકાલે જ અમરેલી કલેકટરે રાજુલા પ્રાંત ઓફિસ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મીટીંગ કરી હતી તો જાફરાબાદના નિચાણવાળા વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. થોડીવાર પહેલાજ પીપાવાવ પોર્ટ નજીક શિયાળબેટ ગામની જેટી ઉપર રાજુલાના પ્રાંત ઓફિસર દ્રારા મુલાકાત લેવામાં આવી હતી. તંત્ર દ્રારા જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી
ભાવનગરમાં કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર બીપોરજોય ચક્રવાત માં ફેરવાઈ આગળ વધી રહ્યું છે, પાકિસ્તાન તરફ જઈ રહેલા વાવાઝોડાએ દિશા બદલી છે અને હવે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે. આ ચક્રવાત દરિયાકાંઠે ત્રાટકવા તૈયાર હોય ત્યારે આ અંગે તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાવનગરના અલંગ, ઘોઘા અને નવાબંદર ખાતે અગાઉ 1 નંબરનું સિગ્નલ લગાવ્યુ હતું પરંતુ વાવાઝોડાની તીવ્રતા વધતા 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ જે રીતે બીપોરજોય ચક્રવાતનો ભય વધી રહ્યો છે, તેમ તેમ દરિયાકાંઠા વિસ્તારમાં વધુ સતર્કતા માટે બંદરો પર ભયજનક સિગ્નલો ક્રમ મુજબ લગાવવામાં આવી રહ્યા છે. સાથે ખાસ માછીમારો ને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. જ્યારે માછીમારોએ પોતાની હોડીઓને સલામત લાંગરી દેવાની પણ કાળજી દાખવી છે. જ્યારે કોમર્શિયલ જહાજો પણ એંકર કરી દેવામાં આવ્યા છે, તેમજ જરૂર પડે દરિયાકાંઠે વસતા લોકોનું સલામત સ્થળાંતર કરી શકાય તે માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જિલ્લામાં 10 કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ દરિયામાં ખાસ કરંટ જોવા નથી મળી રહ્યો પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના ભાગે તમામ જરૂરી નિર્દેશો જાહેર કરવામાં આવી રહ્યા છે.