Ambalal Patel Prediction : ગુજરાતના લોકોના માથા પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. જીહા, તાઉતેએ વેરેલા વિનાશ બાદ વધુ એક તોફાની વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. બિપરજોય નામના આ વાવાઝોડાના સંકટ વચ્ચે સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ અપડેટ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોયને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, હાલ અરબ સાગરમાં બિપોરજોય વાવાઝોડું સુપર સાયક્લોનિક કેટેગરીમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં તબદીલ થઇ શકે છે. હાલમાં અરબસાગરમાં વાવાઝોડાનું માર્ગ જોતા તે કઈ બાજુ ફંટાશે તે હાલ કહી શકાય નહીં. પરંતુ તે ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહી શકે તેવી શક્યતા દેખાય છે. 


ગુજરાતીઓ હાર્ટએટેકથી ડરો નહિ તો મોત આવશે : સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના મોત


તેમણે વધુમાં જણાવ્યું કે, સાઈક્લોનનો ટ્રેક હવાના દબાણને મીલીબારમાં જોતા લગભગ 990 મીલીબારથી ઉપરના તટે જતા ગુજરાતના દરિયાકુનારથી થોડે દૂર મિલીબાર વધે છે. આથી આ સાયક્લોન ઓમાન તરફ જવાની શક્યતા તો છે, પરંતુ સમુદ્રનું તાપમાન ગુજરાતના દરિયાથી થોડે દૂર કેવું રહેશે તેના ઉપર આધાર રહેશે. આમ છતાં તારીખ 12, 13 અને 14 માં પશ્ચિમ સૌરાટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પાકિસ્તાન થઈને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં આ વાવઝોડાનું ભેજ જતા વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. અને ચોમાસુ કેરળ કાંઠે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં બેસી જવાની શક્યતા છે. 


ભાજપી નેતાને બંદૂક ચલાવવાનો ખુલ્લો પરવાનો? રાજકોટના ભાજપ મંત્રીએ જાહેરમા કર્યા ભડાકા


વાવાઝોડાની ચોમાસા પર શું અસર થશે તે વિશે તેઓએ કહ્યું કે, હવાનો પટ્ટો કરાચીથી બંગાળના ઉપસાગર સુધી રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી આ પટ્ટો રહે તો ચોમાસું સારો વરસાદ લાવશે. ગંગાનગર, અલાહાબાદ,  કોલકાત્તા, ઉત્તર બંગાળની ખાડીથી આ પટ્ટો નીચે રહે તો ગુજરાતમાં સારો વરસાદ રહે. હાલમાં બંગાળની ઉપસાગર ઉપર ભારે વાદળનો જમાવડો છે. અને અરબસાગરમાં વાવાઝોડાનો ઘેરાવો મોટો છે અને દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની સ્થિતિ સાનુકૂળ થતા કેરલ કાંઠે વરસાદની શક્યતા છે અને બંગાળના ઉપરસાગર સુધી આ ચોમાસાના પવનો પહોંચી શકે તેમ છે.


સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ
બિપરજોય વાવાઝોડું ગુજરાતથી 900 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાએને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયું છે. વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના તમામ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. જાહેર રજાના દિવસે પણ હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે


વલસાડમાં 28 ગામોને એલર્ટ 
બીપરજોય નામના સંભવિત વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. હાલ તો દરિયામાં ઓટ ચાલતી હોવાના કારણે દરિયો શાંત જોવા મળી રહ્યો છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. વલસાડ,પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જે વલસાડ જિલ્લાના તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જો વાવાઝોડાની વધુ અસર જો વલસાડ જિલ્લામાં વર્તાય અને લોકોને જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તૈયારી જોવા મળ્યું. વહીવટી તંત્ર દ્વારા શેલ્ટર હોમ માટે પણ આગવી તૈયારી કરવામાં આવી છે. સાથે વલસાડ નગર પાલિકા દ્વારા વલસાડ શહેરમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી છે. સાથે જો વાવાઝોડાની અસર વર્તાય તો જર્જરિત એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. 


વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પોલ ખૂલી, 35 ટિકિટ વેચી હોવાનો ખુલાસો