આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે
Gujarat Weather Forecast : બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન...કચ્છની સાથે રાજસ્થાન અને યુપી સુધી થશે અસર....ઘરોમાં ઘૂસશે પૂરના પાણી...150 કિમીની ઝડપે ફૂંકાશે પવન...વાવાઝોડું વર્તાવશે કાળો કેર..
Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડું હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ પોરબંદરથી 350 કિમિ દૂર છે. 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહી દીધું કે આ વાવાઝોડું વિનાશક બની રહેશે. તેમણે કહ્યું કે, બિપરજોય વાવાઝોડું કેટલાક વિસ્તારોમાં પૂર લઈને આવશે. તો કેટલીક નદીઓમાં પાણીની આવક થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવશે. સૌરાષ્ટ્ર નદીઓની આસપાસના વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતની સુખી નદીઓમાં પાણીની સારી આવક થશે.
ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે
બિપોરજોય ચક્રવાતને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી કે, આ વાવાઝોડાની અસર કચ્છ સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય સહીત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સુધી રહેશે. ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠે પૂર આવશે. લોકો ઘરોમાં પૂરના પાણી ઘુસી જશે, છાપરાઓ ઉડી જશે. ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે. 650 કિલોમીટરના એરિયામાં અસર થશે. આ સમગ્ર વાવાઝોડું કાળો કહેર વર્તાવશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ વાવાઝોડાંમાં રાજસ્થાન સહિત પાકિસ્તાનમાં અસર થશે.
વાવાઝોડાએ ચોથી વાર દિશા બદલી, દરિયામાં કેમ આઘુપાછું થઈ રહ્યું છે બિપોરજોય, જાણો
અરબ સાગર બન્યું વાવાઝોડાનું હોટસ્પોટ : બે દાયકામાં વાવાઝોડાની સંખ્યામાં 52% નો વધારો
વાવાઝોડામાં આંધી સાથે વરસાદ આવશે, ગુજરાતમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી