ગાંધીનગરમાં ઈમરજન્સી : વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી
Gujarat Weather Forecast : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે દિશા બદલીને ગુજરાત તરફ આવી રહ્યુ છે.... પોરબંદરના દરિયા કિનારાથી હાલ 480 કિલોમીટર દૂર છે ચક્રવાત બિપરજોય....ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે
Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં 'બિપરજોય' ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગાંધીનગરમાં હલચલ તેજ થઈ છે.
મુખ્યમંત્રીએ પરિસ્થિતિની માહિતી મેળવી
ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોટી હલચલ જોવા મળી છે. સીએએના અધિકારીઓએ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. બિપર જોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતનું તંત્ર એલર્ટ
રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.
વાવાઝોડાએ ફરી દિશા બદલી, હવે પાકિસ્તાન નહિ પણ ગુજરાતમાં અહી ટકરાશે
ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાયો, પ્રદેશ અધ્યક્ષ બાદ હવે આ પદ બદલવા માંગ થઈ
ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
સંભવિત બીપોરજોય વાવાઝોડાની અસરને પગલે ઓલપાડનો ડભારી દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે. ડભારી જતા માર્ગ પર બેરીગેટ અને કાંટાનીવાડ મુકવામાં આવી છે. ઓલપાડ પોલીસ તેમજ સાગર સુરક્ષા દળ ના જવાનો તહેનાત કરાયા છે. વહીવટી તંત્ર સતત દરિયાય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી રહ્યું છે. દરિયાય કાંઠા વિસ્તારમાં પવન ની ગતિમાં વધારો થઈ રહ્યો છે. ભારે પવન ને પગલે ધૂળની દમણીઓ ઉડી રહી છે. દરિયા ના મોઝામાં કરંટ જોવા મળ્યો મળી રહયો છે. આ સાથે પવન ની ગતિમાં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાના ડભારી, લવાછા, પિંજરત, દાંડી સાહિત્ય 24 ગામોને એલર્ટ કરાયા છે