Ambalal Patel Prediction : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે જેની પ્રતિકલાકની ઝડપ 30-40 રહેવાની અને વધીને 50kmph થવાની પણ શક્યતાઓ છે. પરંતુ આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું છે. ગુજરાતમાં જુન મહિનાના પ્રથમ દસ દિવસમાં એકસાથે બે વાવાઝોડા ટકરાશે તેવી આગાહી કરાઈ હતી. ત્યારે એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. 


કાળજુ કઠણ કરીને વાંચજો, સુરત પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અનાથ દીકરી માટે બન્યો યશોદા


જોકે, આ વાવાઝોડની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. સાથે જ માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભારે પવન અને અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. પરંતુ તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે ચક્રવાત બન્યા પછી સમજી શકાશે તેમ હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું.


ગુજરાત સરકારની ઝોળીમાં આવી વધુ એક સફળતા : સોલાર પોલિસી બાદ આવ્યું મોટું પરિવર્તન


આ સાથે જ રવિવારથી પાંચ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર અગામી 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ વાવાઝોડુંને બિપોરજોય નામ અપાયુ છે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.


ગુજરાતીઓ માટે ખુલ્યા કેનેડા જવાના દરવાજા, હવે IELTS વગર પણ જઇ શકાય છે, જાણો કેવી રીત