વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું, મોડી રાતે ફસાયેલા 8 લોકોના રેસ્ક્યૂ કરાયા
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના 106 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.... બનાસકાંઠા અને પાટણમાં જળબંબાકાર જેવી સ્થિતિ....
Ambalal Patel Prediction : કચ્છ, સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડાની વ્યાપક અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ઉત્તર ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય, જયા શનિવારે વરસાદ વરસ્યો ન હોય. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ તાલુકામાં વાવાઝોડાની આફ્ટર ઈફેક્ટ જોવા મળી હતી. શનિવારે આ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 6.5 ઈંચ વરસાદ, પાટણથી લઈને પાલનપુર પાણી પાણી જોવા મળ્યું. આવામાં ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. જેમાઁથી 3 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે, બાકીનાની શોધખોળ હજી ચાલુ છે.
ધાનેરામાં પૂરના પાણીમાં લોકો ફસાયા
બિપોરજોય વાવાઝોડાના પગલે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળ્યો. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે રેલ નદીમાં પૂર આવ્યું. રેલ નદીના પટમાં ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. આલવાડાંના વહેણમાં ઇકો ગાડીમાં 4 લોકો અને બોલેરો ગાડીમાં 4 લોકો ફસાયા હતા. 7 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા, ઇક્કો ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરાઈ. 3 લોકોનું આલવાડા ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું, 4 લોકોને ndrf ની ટીમે રેસ્ક્યુ કર્યું. ભારે વરસદના લીધે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક વહેણ થયા શરૂ. અત્યાર સુધી ૧૧ લોકોને કરાયા રેસક્યુ કરાયા. બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ધાનેરાની મુલાકાતે છે.
અમદાવાદના નાથને આજે આંખે પાટા બંધાશે, જાણો શું છે રથયાત્રા પહેલાની નેત્રોત્સવ વિધિ
વાવાઝોડામાંથી ડિપ્રેશનમાં ફેરવાયેલા બિપોરજોય વાવાઝોડાથી ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ જોવા મળ્યો છે. સારી બાબત એ છે કે, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં નવા નીરની આવક થઈ છે. શનિવારે એક જ દિવસમાં ૧૨૨૨૨ કેયુસેક પાણીની આવક થઈ છે. તો કેચમેન્ટ વિસ્તારમાં 5 ઇંચ વરસાદને પગલે પાણીની આવક થઈ છે.
આજે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રણ દિવસ 18, 19 અને 20 તારીખ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 18મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ડાંગ, નવસારી, વસસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 19 અને 20 દરમિયાન દાહોદ, પંચમહાલ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી આપવામાં આવી છે.
24 કલાકમા ક્યાં કેટલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં દાંતામાં 6 ઈંચ, દાંતિવાડામાં 5.5 ઈંચ, પાલનપુરમાં સવા 5 ઈંચ, સાંતલપુરમાં સવા 5 ઈંચ, પોશિનામાં 5 ઈંચ, ધાનેરામાં 5 ઈંચ, રાધનપુરમાં 5 ઈંચ, ડીસામાં પોણા 5 ઈંચ, દિયોદરમાં સવા 4 ઈંચ, થરાદમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં પોણા 4 ઈંચ, વાવામાં 3.5 ઈંચ વરસાદ, વડગામમાં 3.5 ઈંચ, સરસ્વતીમાં સવા 3 ઈંચ, પાટણમાં 2.5 ઈંચ, લાખણીમાં 2.5 ઈંચ, કાંકરેજમાં 2.5 ઈંચ, સમીમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.