ગુજરાતમાં હજી બે દિવસ વરસાદી તાંડવ : આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 91 તાલુકામાં કમોસમી વરસાદ... મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ... બનાસકાંઠાના દાંતા, વડગામ, અમદાવાદ અને ચાણસ્મામાં વરસ્યો 2 ઈંચ વરસાદ...આજે અને આવતીકાલે છે ભારે વરસાદની આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં અઢી ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. . તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરૂ થયા. તેના બાદ અમદાવાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.
ગુજરાત પરથી હજી પણ વરસાદની ઘાત ટળી નથી, 31 મે સુધી ભારે વરસાદની હવામાનની આગાહી છે. અચાનક સાંજે ધમધોકાર વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ રહેવાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગુજરાતમાં વિનાશ નોતર્યો, 55 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદની સ્વીચ પડી છે. આકાશમાં કુલર ચાલુ થયુ હોય તેમ વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વાતાવરણમાં આ પરિવર્તનની સાથે અનેક વિસ્તારોમાં રવિવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ આજે સોમવારે અને મંગળવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.
લવિનાના તો અંતિમ સંસ્કાર થઈ ગયા, પછી સિદ્ધપુરની પાઈપલાઈનમાંથી કોના માનવ અંગો મળ્યા?
30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મુક્તિ મળશે. 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. વાતાવરણમાં સીધો 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે. આજથી ગુજરાતભમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આથી 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે.
ખેડાની કંપનીમાં ભીષણ આગ, આગના ધુમાડાનું વાદળ બન્યું, ડરાવના છે આ દ્રશ્યો
ખેડૂતોને પાક સાચવવા સૂચના અપાઈ
વાત કરીએ તો શુક્રવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે. શુક્રવારે વરસેલા વરસાદમાં અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હતો, જેમા આખી કાર જમીનમાં ધસી ગઈ હતી.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.