Monsoon Prediction : ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. ગુરુવારે ગુજરાતના 205 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ, સૂત્રાપાડ અને મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કે, 11 તાલુકામાં 5 ઈંચ અને 35 તાલુકામાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યા ક્યા આગાહી 
આજથી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર મોટી ઘાત છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાનની આગાહી છે. આ વચ્ચે જાણી લો કે ક્યા ક્યા વરસાદ રહેશે


કયા મહિનામાં કેનેડા જવું સૌથી સારું, વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલનો આ છે જવાબ


ડાંગ, વલસાડ, સુરત, તાપીમાં અતિભારે વરસાદની આગાહી 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પડશે ભારે વરસાદ  
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટમાં પડશે ભારે વરસાદ  
જૂનાગઢ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી  
સાબરકાંઠા, અરવલ્લીમાં પણ પડશે વરસાદ  
બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ પડશે વરસાદ  
મહીસાગર, મોરબીમાં પડશે સાર્વત્રિક વરસાદ  


ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ ભારે રહેશે : જુલાઈ મહિના માટે આવી ગઈ આગાહી


224 તાલુકામાં વરસાદ રહ્યો 
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ રહ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ રહ્યો છે. તો તાપીના વાલોડ અને સુરતના મહુવામાં 9 ઈંચ વરસાદ રહ્યો. આ ઉપરાંત તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 7.5 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. તો તાપીના ડોલવણમાં સવા સાત ઈંચ વરસાદ પડ્યો. આમ, રાજ્યના 12 તાલુકામાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તો રાજ્યના 24 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ રહ્યો. તેમજ રાજ્યના 37 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ રહ્યો. 


ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. આજના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, સવારના બે કલાકમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ રહ્યો. સવારે 6 થી 8માં તાપીના વ્યારામાં પોણા ત્રણ ઈંચ વરસાદ રહ્યો. તો આજે સવારે તાપીના વાલોડમાં સવા બે ઈંચ વરસાદ આવ્યો. જામનગરમાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો. સુબીર, ઉચ્છલ, બારડોલીમાં સવા ઈંચ વરસાદ રહ્યો. આમ, વહેલી સવારથી અત્યાર સુધી લઈને ગુજરાતના 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ રહ્યો. હાલ પણ, દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી રહ્યો છે. 


સુરતની ખાડીમાં ઘોડાપૂર આવ્યું : બાલેશ્વર બેટમાં ફેરવાયું, લોકોના ગળા સુધી પાણી આવ્યુ


ગુજરાતમાં ચોમાસું બેસવાની સાથે જ જામી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદે ધમરોળી નાંખ્યા. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું...સારી વાત એ છે કે જળાશયો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. 


નર્મદા ડેની સપાટી વધી 
વરસાદનુ જોર વધતા નર્મદા ડેમની સપાટી 120.60 મીટર પહોંચી ગઈ છે. સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો. પાણીની આવક 47775 ક્યુસેક થઈ. નર્મદા ડેમની સપાટી 120.60 મીટર પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ પાણીની જાવક માત્ર 11763 ક્યુસેક છે. સરદાર સરોવરમાં હાલ 1326.70 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે. 


માણસો વફાદારી ચૂકે, પણ પ્રાણી નહિ : જામનગરની આ ઘોડી સામે આપણી માનવતા પણ ફિક્કી લાગશે