Gujarat Weather Forecast :  હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે, પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે, જેને વરસાદનો વરતારો કહેવાય છે. આવા અનેક નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને વાતાવરણની આગાહી કરે છે. આ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ આવી આગાહીઓ કરવાની શૈલી આપણા પૂર્વજોએ વિકસાવેલી છે. જે આજે પણ સચોટ અનુમાન કરે છે. આવામાં એક છે ટીટોડી પક્ષીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી વરસાદની કરાતી આગાહી. તો જામનગરમાં રોટલી પરથી વરસાદનો વરતારો કરાય છે. પરંતુ આ સિવાય ગુજરાતમાં વરસાદનો વરતારો કાઢવામાં માટીના ઘડાની રીત પણ બહુ જ પ્રસિદ્ધ છે. અષાઢી પૂનમે જોવામાં આવતાં હાંડા પરથી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન કાઢ્યુ છે. ત્યારે ચાર માટલાથી વરસાદનો વરતારો કાઢવાની આ રીત શું છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન
ગઇકાલે અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોવામાં આવ્યો હતો. જેના પરથી આગામી દિવસોમાં વરસાદનો અનુમાન લગાવવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાંડોને જોઇને આગામી (Gujarat Rain Forecast) સમયમાં વરસાદની સ્થિતિ અંગે અનુમાન લગાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂનમનો હાંડો કેટલો ભેજ છે, તે દર્શાવે છે. પૂનમમાં મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે બતાવે છે. કાલે વાદળો આછા હતા. આ આછા વાદળો દર્શાવે છે કે, સાંજના સમયે સામાન્ય વરસાદ થાય તે બરાબર છે, પરંતુ અતિભારે વરસાદ હજુ થોડા દિવસ મોડો છે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે. હાંડોને જોતાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરાળ ઓછી થઇ છે. એટલે કે વરસાદ થોડો મોડો થશે.


અમદાવાદીઓની ચોઈસ બદલાઈ : અર્ફોડેબલ નહિ, હવે કરોડોના ઘર જોઈએ, આ એરિયાની છે બોલબાલા


આવતીકાલથી વરસાદ ધમરોળશે
આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 6, 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. 


અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી


આ વચ્ચે મંગળવારે ગુજરાતના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના તાલાલામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાના 1 મહિનામાં રાજ્યના જળાશયોમાં પાણીનુ સ્તર વધ્યુ છે. એક જ મહિનાના ગાળામાં 207 જળાશયોમાં 52,700 MCFT પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 29 ટકા જળ સંગ્રહ થયો છે. તમામ જળાશયોમાં 8.92 લાખ MCFT પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. તમામ જળાશયોમાં કુલ 46.07 ટકા પાણીનો સંગ્રહ થયો.


તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, ભણવા માટે ગયા હતા


મહત્વનું છે કે જૂનના વરસાદથી જળાશયોમાં નોંધપાત્ર પાણી આવતું નથી તે સ્થિતિ ગુજરાતમાં દાયકાઓથી સામાન્ય રહી છે... પરંતુ આ વખતે તારીખ 15થી 17 જૂન દરમિયાન બિપરજોય વાવાઝોડાની અસરથી અને ત્યારબાદ નૈઋત્ય ચોમાસામાં ધોધમાર વરસાદ વરસતા ગુજરાતના જળાશયોમાં  નવું પાણી આવ્યું છે....     


વરસાદનો વરતારો કાઢવાની અન્ય રીત
આ ઉપરાંત ગુજરાતમાં વરસાદનો વરતારો કાઢવાની અનેક રીતો છે. જેમાં હોળીની જ્વાળા, અખાત્રીજના પવન, અષાઢી પાંચમથી નોમ સુધીની વીજળીથી પણ ચોમાસાનું અનુમાન કરાય છે. તેમાં અષાઢી પૂનમનો હાંડો પણ જોવાની એક પરંપરા છે. ગુજરાતના ગામડાઓમાં આ પરંપરા આજે પણ જીવંત છે. ખાસ કરીને ગામના વડીલો અને ખેડુતો અષાઢી પૂનમની રાતે હાંડો જુએ છે.


મોદી કેબિનેટમાંથી ગુજરાતના આ મંત્રીઓની વિદાય નક્કી, એક નેતા પાટીલના ગઢના છે