Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપેડટ આવી ગયા છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બનીને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે, સાયક્લોન બિપરજોય પોતાની દિશા બદલનીને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 5 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ આગળ વધ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, રાતના 3 વાગ્યા ની સ્થિતિએ ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 510 કિલોમીટર દૂર છે. તો દ્વારકાથી 560 કિલોમીટર અને કચ્છના નલિયાથી 650 કિલોમીટર દૂર છે. ધીમી ગતિએ આગળ વધી રહેલું બિપરજોય આગામી 6 કલાકમાં એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈ જશે. જેને કારણે આગામી 11થી 14 જૂન દરમ્યાન ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે.  


ગુજરાતમાં ક્યારે શું અસર થશે
11 જૂને 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂને 65  કિમિ અને 13-14 જૂને 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 11 થી 14 જૂન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો અતિ તોફાની બની શકે છે. 11 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. 15 જૂન સુધી માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. ચક્રવાતનો સંપૂર્ણ બાહ્ય ઘેરાવો દરિયામાં 500 કિમોમીટર કરતા પણ વધુનો છે. જયારે ચક્રવાતના કેન્દ્રબિંદુનો ઘેરાવો અંદાજે 50 કિલોમીટરનો છે.  


માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે. હજી પણ રાજ્યના તમામ બંદરો પર બે નમ્બરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. હાલ પોરબંદર પંથકમાં ક્યાંય વરસાદ નથી. 


હાલ ગુજરાતના દરિયા કાંઠે મોજા ઉછળી રહ્યા છે. પોરબંદર સોમનાથ, દ્વારકામાં મોટા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે. પરંતું ગુજરાતની જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું નહિ ટકરાય. 


અરબી સમુદ્રમાં ઉઠેલા બિપરજોય વાવઝોડાની ગુજરાતના દરિયા કિનારેથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાવાની સંભાવના વધી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવ્યુ છે. જેમાં ગણદેવી અને જલાલપોર તાલુકાના કુલ 16 ગામોને સતર્ક કરવા સાથે લોકોને વાવાઝોડા પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વાઝોડાની અસર ચોક્કસ નવસારીના કાંઠામાં જોવા મળશે, જેમાં લગભગ 45 થી 65 કિમીની ઝડપે પવનો ફૂંકાવા સાથે વરસાદ અપડવાની સંભાવના જોવાઈ રહી છે. જેને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતર્કતા રાખવામાં આવી છે. ખાસ કરીને 52 કિમીના દરિયા કિનારાના ગણદેવી તાલુકાના મેંધર, માસા, ધોલાઈ, બીગરી, ભાઠા અને કલમઠા મળી 6 ગામો તેમજ જલાલપોર તાલુકાના દાંતી, ઉભરાટ, દીપલા, વાસી, બોરસી, ઓંજલ માછીવાડ, દાંડી, કૃષ્ણપુર, છાપર, સામાપોર મળી 10 ગામો સાથે કુલ 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં વર્ગ 1 ના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેની સાથે જ બંને તાલુકાના તલાટીઓ અને પ્રાંત અધિકારીની કક્ષાએથી અધિકારી કર્મચારી મળી 2 લોકોની ટીમ પણ ગામોમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.