Ambalal Patel Prediction : ગુજરાતીઓને હજુ 2 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આજે મંગળવાર અને આવતીકાલે બુધવારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. આવામાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. આ 2 દિવસ માટે અમદાવાદમાં યલો અલર્ટની આગાહી કરાઈ છે. પવનની દિશા બદલાતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. તો સોમવારે 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. પરંતુ હવે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એ સમાચાર એ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે પહોંચશે. જેથી તાપમાનમાં સીધો 5 ડિગ્રીનો ઘટાડો થશે. કાળઝાળ ગરમીથી 3 દિવસમાં રાહત મળશે. અને શુભ સમાચાર એ છે કે ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાના સંકેત દેખાયા
ભારતના નક્શામાં નીચે આવેલા આંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. શુક્રવારે બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઈન્દિરા પોઈન્ટ પસાર કરીને નાનકોવરી ટાપુ સુધી વરસાદ પહોંચી ગયો છે. પરંતુ અહીથી આગળ વરસાદ વધ્યો નથી. સોમવાર બાદ વરસાદમાં કોઈ હલચલ જોવા મળી નથી. સામાન્ય રીતે 21 ના રોજ ચોમાસું પોર્ટબ્લેર પહોંચી જતુ હોય છે. પરંતુ હાલ ચોમાસાની ઉત્તરની સરહદ પોર્ટબ્લેરથી 415 કિમી દૂર છે. 


જુનિયર ક્લાર્કની પરીક્ષાના અપડેટ : મુસાફરી ભથ્થા અંગે હસમુખ પટેલે કરી નવી જાહેરાત


હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસું આગામી બે દિવસમાં આગળ વધી જશે. તો બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ બંધાઈ રહ્યું છે. અહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે. તો ગરમીથી નિજાત મળી જશે. આગામી ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં ગાજવીજ સાથે વંટોળ પડવાની કે વરસાદની શક્યતા છે. 


ટીટોડી, મોર, ચકલી પરથી કેવી રીતે કરાય છે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ આપી નવી માહિતી


 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ ગરમીથી રાહત મળશે નહીં. તેમણે કહ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. સોમવારે રાજ્યભરમાં અમદાવાદમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે.