Ambalal Patel Prediction અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ane કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે. જે બતાવે છે કે તે હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે. 



વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે જિલ્લા મહેસુલી અધિકારીઓ રાઉન્ડ ધ કલોક કંટ્રોલમાં ફરજ બજાવશે. જિલ્લા પ્રસાશન દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં લોકોને સંભવિત કુદરતી આપદા અંગે સાવચેત અને સમજુત કરવામાં આવી રહ્યા છે. ખંભાળીયા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં વધુ અસર થઈ શકે તેવા કેટલાક સ્થળો નક્કી કરી રાત્રે 200,થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત વાવાઝોડા અંગે સંકલન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કોમ્યુનિકેશન.મદદ.રાહત બચાવ કામગીરી થઇ શકે તે માટે જિલ્લા કલેકટર અશોક શર્મા ના માગૅદશૅન હેઠળ કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે જેમાં રાઉન્ડ કલોક વર્ગ એક અને બે ના અધિકારીઓ તેમજ રેવન્યુ અને અન્ય કમૅચારીઓ ને ફરજો પણ સોંપવામાં આવી છે. 



વલસાડના તિથલ દરિયા કિનારા પર જે પ્રમાણે સંભવિત વાવાઝોડા ની અસર દેખાઈ રહી છે હાલ ઓટ નો સમય હોય છતાં પણ ભરતી જોવા મળી રહી છે અત્યારે દરિયો શાંત હોવો જોઈએ ત્યારે દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો છે તો બીજી બાજુ સમગ્ર પરિસ્થિતિ ને પોહકી વળવા માટે એન.ડી.આર.એફ ની ટિમ સેન્ડબાય રાખવામાં આવી છે તો એનડીઆરએફ ની ટિમ દ્રારા તતિય વિસ્તારની મુલાકાત લેશે અને તંત્ર પણ હાલ એલર્ટ મોડમાં છે વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે તો અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે આ સાથે કોઈપણ અધિકારીને હેડ ક્વોટર ન છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે