Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડું હવે એક્સ્ટ્રીમ વેરી સિવિયર સાયક્લોન બની ગયું છે. જે ગુજરાતમાં 15 તારીખે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની સીધી અસર કચ્છ પર થશે. પરંતુ આ દિવસોમાં કચ્છ, દ્વારકા, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તાઉતે વાવાઝોડા જેવી જ તાકાત ધરાવતું બિપોરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષનું છે. વાવાઝોડાની 50 વર્ષમાં મોટી અસર જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે જણાવ્યું કે, પરંપરા અને નામ પ્રમાણે જોઈએ તો બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત સર્જાયુ હતું, તે હવાનું હળવુ દબાણ હતું. તે હજારો કિલોમીટર દૂર રચાયુ હતું. પરંતુ પશ્ચિમ બંગાળના ઉપસાગરમા પવનની દિશા વાવાઝોડાની છે. આ વાવોઝોડાની અસર પશ્વિમ કાંઠે થશે. જેનાથી પશ્ચિમ કાંઠે વરસાદ વરસશે. આ સિવાય મધ્ય ગુજરાત, અમદાવાદા ગાંધીનગર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાં દક્ષિણ ગુજરાત અને ભરૂચના ભાગોમાં પણ વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ આવશે.



બિપોરજોય વાવાઝોડાથી ગુજરાતમાં શું થશે અસર તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગાજવીજ, ધૂળના તોફાનો આવી શકે છે. કડાકા ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા વધુ જોવા મળી શકે છે. 


 



 


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડા અંગે જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં ટકરાશે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. આવા સમયે ઝાડની નીચે ન ઉભુ રહેવા અમારી અપીલ છે. ગુજરાતમાં ત્રાટકશે ત્યારે વેરી સિવિયર સાયક્લોન બનીશે ત્રાટકશે. 14 તારીખ બાદ સૌરાષ્ટ્ર કોસ્ટ અને કરાચી વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. 


 



 


તો બીજી તરફ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં એનડીઆરએફની કુલ ૧૫ ટીમ તૈનાત કરી દેવાઈ છે. 15 પૈકી 9 ટીમનું અત્યાર સુધી ડિપ્લોયમેન્ટ કરી દેવાયું છે.  


  • રાજકોટ - ૨ 

  • દેવભુમી દ્વારકા ૧ 

  • જામનગર ૧ 

  • ગીર સોમનાથ ૧ 

  • કચ્છ ૨

  • પોરબંદર ૧

  • વલસાડ ૧


હાલ ગુજરાત કાંઠે ચક્રવાત બિપરજોયને પગલે ભારતીય ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ એલર્ટ મોડ પર છે. પોતાના દરિયાઈ અને હવાઈ જહાજ મારફત સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. હજીપણ દરિયામાં જોવાતા કોમર્શિયલ જહાજ કે માછીમારી બોટને કિનારે પરત ફરવા કરી અપીલ કરી રહ્યા છે.