Gujarat Weather Forecast : હજી આ અઠવાડિયાની શરૂઆતમાં જ કમોસમી વરસાદને આખા ગુજરાતને ધમરોળ્યુ હતું. માવઠાએ રાજ્યમાં દર્દીઓ વધારી દીધા છે. માંડ એક દિવસથી કમોસમી વરસાદમાં રાહત હતી, ત્યાં ફરીથી ગુજરાતના માથા પર માવઠાનું સંકટ ઉભુ થયું છે. ગુજરાતમાં 1 થી 5 ડિસેમ્બર સુધી રાજ્યમા વધુ એક માવઠાની સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરીને જણાવ્યું કે, ગુજરાતમાં આજથી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ છે
ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરમાં કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે. જેના અનુસાર ગુજરાતમાં દક્ષિણ ભારતના ઈશાનના ચોમાસાની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં હવામાનની અસ્થિરતાથી માવઠું આવશે. જેની અસરના કારણે પહેલી ડિસેમ્બરથી વાતાવરણમાં પલટાની શરૂઆત થશે. જ્યારે  2, 3 અને 4 ડિસેમ્બર હળવા વરસાદની સંભાવના છે. આ સિસ્ટમની અસરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. જો કે, આ માવઠા છુટાછવાયા હશે અને તેની તીવ્રતા ઓછી હશે.


ક્યાં ક્યાં વરસાદની આગાહી
આગામી બે દિવસ ગુજરાતમાં ફરી એકવાર સામાન્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં માવઠું પડી શકે છે. ગુરૂવારે તેમજ શુક્રવારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


વાવાઝોડાની અસર
હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ તબ્દીલ થઈ જશે.’


ગુજરાતભરમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો વહેલી સવારે ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા છે. હાલ અમદાવાદમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન બતાવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ સામાન્ય કરતા 3-4 ડિગ્રી તાપમાન ઓછું છે. જોકે, ઠંડીનો ચમકારો વધતા લોકો સમયનો સદુપયોગ કરતા જોવા મળ્યા છે.