Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ધીમી ગતિએ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, ગુજરાત પર વાવાઝોડાની સીધી રીતે અસર થવાની સંભાવના ઓછી છે. વાવાઝોડું હાલ પાકિસ્તાન કે ઓમાન તરફ ફંટાય તેવી શક્યતાઓ વધારે છે. આવામાં બીજા મોટા આનંદના સમાચાર એ છે કે, વાવાઝોડાનું સંકટ ટળતા જ દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આજે કેરળમાં ચોમાસું આવી ગયું છે.  કેરળમાં વરસાદની દસ્તક સાથે દેશમાં  ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે. આજે કેરળના 75 ટકા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો 20 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat : લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ આ શહેરને આપશે મેટ્રોની ભેટ


વાવાઝોડાને કારણે વરસાદની આગાહી 
ચોમાસાના આગમનને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, આજથી કેરળમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. આજે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. વાવાઝોડાની અસરને પગલે નવસારી, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હળવા વરસાદથી શરૂઆત થશે. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમી પવન અને વાવાઝોડાના કારણે વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દૂર હોવાથી લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ બાદમાં 30-35 km /h ની ઝડપે પવન ફૂંકાશે. મુંબઈ સુધી વરસાદ પહોંચે ત્યાર બાદ 7 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસશે.


CR પાટીલ ગુજરાતમાં કોંગ્રેસને પૂરી કરી દેશે? આ મિશનથી કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડ્યા


ખેડૂતોએ વરાપ લઇ પાક વાવવો, નહિ તો જીવાત પડશે 
તો આગાહીકાર અંબાલાલ પટેલની ખેડૂતો માટે આગાહી કરતા જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતમાં 19 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે. ત્યાર બાદ 23, 24,  25 જૂન અને જુલાઈથી ગુજરાતમાં વરસાદ રહેશે. આથી ખેડૂતોએ વરાપ લઇ પાક વાવવો. પ્રથમ વરસાદથી ઉભા કૃષિ પાકોમાં રોગ જીવાત રહેવાની સંભાવના રહેશે.


કેરળમાં આવી ગયું ચોમાસું, આ તારીખે ગુજરાતમાં થશે વરસાદની એન્ટ્રી


ઉલ્લેખનીય છે કે, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાતમાં NDRF ની ટીમ સજ્જ બની છે. ગુજરાતમાં NDRF ની 15 ટીમને ડિપ્લોય કરાઈ છે. વાવાઝોડાની અસર જે વિસ્તારમાં વધુ થઈ શકે તેવા વિસ્તારોમાં પહોંચવા ટીમ તૈનાત છે. ઉચ્ચ સ્તરેથી સૂચના મળતાની સાથે જ સ્ટેન્ડ ટુ મોડમાં રહેલી ટીમો સંભવિત અસરવાળા વિસ્તારોમાં પહોંચી જશે. આધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથેની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવશે. છઠ્ઠી બટાલિયનની કુલ 18 ટીમો પૈકી વડોદરાના જરોદ ખાતે NDRF ની 12 ટીમો તમામ સાધન સામગ્રી સાથે આધુનિક સુવિધા યુક્ત વાહનો સાથે સ્ટેન્ડ ટુ છે તેવુ એનડીઆરએફ ઈન્સ્પેક્ટર વૈદપ્રકાશ યાદવે જણાવ્યું. 


ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે