Gujarat Weather Forecast : હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન પણ થઈ ગયું છે. ત્યારે હવે આજે 10 જાન્યુઆરીએ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે, તેના બાદ ઠંડી ઘટશે.  


અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો : ભરશિયાળે માવઠું આવતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા


9 જાન્યુઆરીએ મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદમાં મન મૂકીને ધોધમાર વરસાદ આવ્યો છે. છોટાઉદેપુર, દાહોદ, સુરત, નવસારી, આણંદ, વરસાદ, ડભોઈ, પંચમહાલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે 10 જાન્યુઆરીની શું આગાહી છે તે જોઈએ. 


આજે 10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 


Mukesh Ambani: મુકેશ અંબાણીના પહેલા બોસનો દીકરો છે રિલાયન્સના હાઈએસ્ટ પેઈડ કર્મચારી