Gujarat Weather Forecast : સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. આવામાં હવેના દિવસો ગુજરાતીઓ માટે કાઢવા કપરા બની જશે. કારણ કે, આકાશમાંથી એક નહિ, બે આફત વરસવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ હવે હાડ થીજવતી ઠંડી પડશે તેવુ પણ જણાવ્યું છે. ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા વાવાઝોડાની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 11-12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે. 


મોટા દાનવીર બન્યા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી : સંસ્થાને દાન કર્યો પોતાનો પગાર


ઘાતક હિમવર્ષા થશે 
તેમણે કહ્યું કે, લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે. 


વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI


બીજું વાવાઝોડું ક્યારે આવશે 
આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.


હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ