Gujarat Weather Forecast : ગુજરાતમાં હવે કાશ્મીર સિમલા જેવો માહોલ છવાયો છે. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આગામી 24 કલાક ગુજરાતીઓ માટે ભારે છે. કારણ કે, માથા પર વરસાદની ઘાત આવી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલલ પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વીરપુર જલારામ મંદિરની મોટી જાહેરાત


વરસાદની સાથે ઠંડી પણ આવશે
અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 


આજથી ઠંડીનો પારો ગગડશે 
હવામાનના લેટેસ્ટ અપડેડની વાત કરીએ તો, રાજ્યનાં 14 શહેરમાં તાપમાન ગગડયું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આજથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે.


મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ


ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે 
અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23 મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. 23 મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે. 


હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશ મા વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહીતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતિ છે. 


કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતા પણ વધુ છે રાજકોટની જેલની આવક, કેદીઓ પણ કરે છે કમાણી